BCCI Bouncer Rule: બેટ્સમેનને ડરાવી દેશે ભારતીય ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય, બોલરોનો જોવા મળશે કહેર, શું આઇપીએલમાં પણ થશે ફેરફાર?
Syed Mushtaq Ali Trophy: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આગામી સીઝનમાં બોલરોને એક મોટી રાહત મળશે કારણ કે BCCI એ તેમની તરફેણમાં એક મોટો નિર્ણય લીધો છે, પણ આ નિર્ણય બેટ્સમેનને પસંદ આવે તેવો નથી.
હાલના સમયમાં ક્રિકેટને બેટ્સમેનોની રમત કહેવામાં આવવા લાગી છે. આ પાછળ કારણ એ છે કે જે પણ નવા નિયમ બનાવવામાં આવે છે તે બેટ્સમેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે અને તેથી હાઇસ્કોરિંગ મેચ વધુ જોવા મળે છે. પણ ભારતીય ક્રિકેટ બોર્ડે બેટ અને બોલ વચ્ચેના સંતુલનને બનાવી રાખવા માટે એક મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઇ (Board of Control for Cricket in India) ની શુક્રવારે એપેક્સ કાઉન્સિલની બેઠક થઇ હતી જેમાં BCCI એ આના સંબંધમાં એક નવો નિર્ણય લીધો છે.
અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં બોલરને એક બાઉન્સર નાખવાની પરવાનગી હતી. બીજો બાઉન્સર નાખવા પર તેને નો-બોલ આપી દેવામાં આવતો હતો. પણ બીસીસીઆઇએ આ નિયમમાં એક ફેરફાર કર્યો છે. બીસીસીઆઇએ પોતાની બેઠકમાં નિર્ણય કર્યો છે કે દેશની હોમ ટી-20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આગામી સીઝનમાં એક ઓવરમાં બે બાઉન્સર નાખવાની પરવાનગી આપવામાં આવશે.
આ પણ વાંચો: India vs Afghanistan: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝ 6 મહિના માટે ટળી, જાણો ક્યારે રમાશે મેચ?
આઇપીએલમાં આ નિર્ણય અમલમાં આવશે?
હવે પ્રશ્ન એ છે કે આ નિયમ આઇપીએલમાં પણ લાગુ થશે કે નહીં. આ પ્રશ્ન એટલે કારણ કે બીસીસીઆઇ જે પણ નિયમ હોમ ટી-20 સ્પર્ધામાં લાગુ કરે છે તે આઇપીએલમાં પણ અમલમાં મુકતી હોય છે. બીસીસીઆઇએ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ સૌપ્રથમ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં અમલમાં મુક્યો હતો. અને તે બાદ આઇપીએલમાં આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ ટીમો પોતાની પ્લેઇંગ 11 માં મેચ દરમિયાન એક ફેરફાર કરી શકે છે. આ નિયમનો બીસીસીઆઇએ પછી આઇપીએલમાં પ્રયોગ કર્યો હતો.
🚨 NEWS 🚨
BCCI held its 19th Apex Council meeting on Friday.
The following key decisions were taken during the meeting 🔽https://t.co/InCOixrZVb
— BCCI (@BCCI) July 8, 2023
નોંધપાત્ર છે કે બીસીસીઆઇએ આમાં એક ફેરફાર કર્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બીસીસીઆઇએ ઇનિંગની 14 મી ઓવર પહેલા આ નિયમના ઉપયોગની પરવાનગી આપી હતી પણ આઇપીએલ-2023 માં ટીમો કોઇ પણ સમયે આ નિયમનો ઉપયોગ કરી શકતી હતી. એટલે તેની પૂરી શક્યતા છે કે બીસીસીઆઇ બે બાઉન્સરના નિયમનો પ્રયોગ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કરે અને તે બાદ આ નિર્ણયને આઇપીએલમાં પણ અમલમાં મૂકી શકે છે.
બોલરોને થશે ફાયદો
આનાથી બોલરોને નિશ્ચિત રૂપથી ફાયદો થશે. બાઉન્સર એવો બોલ છે જે બેટ્સમેન માટે ખતરનાક સાબિત થઇ શકે છે. બેટ્સમેન આ બોલથી હેરાન થતા હોય છે. બોલર બેટ્સમેનને આક્રમક શોટ રમવાથી રોકવા માટે બોઉન્સરનો ઉપયોગ કરતા હોય છે. બેટ્સમેન જો બાઉન્સર બોલ પર શોટ મારવાનો પ્રયત્ન કરે તો કેચ આઉટ થઇ શકે છે અથવા તેના ઇજાગ્રસ્ત થવાની પણ શક્યતા હોય છે. અત્યાર સુધી બોલર ઓવરમાં ફક્ત એક જ બાઇન્સર નાખી શકે છે, પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બોલર બે બાઉન્સર નાખી શકશે. આ નિયમના કારણે બોલરોને રન કરવામાં મુશ્કેલી પડી શકે છે અને બાઉન્સર બોલ પર બોલર દ્વારા વિકેટ લેવાની શક્યતા પણ વધી જશે.