AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: સ્મૃતિ મધાના અને હરમનપ્રીત કૌરની સદીએ વિશ્વકપમાં તોડી નાંખ્યા વિક્રમ

IND vs WI, Women World Cup 2022: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર બંનેએ વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી અને કેટલાક શાનદાર રેકોર્ડ બનાવ્યા હતા.

IND vs WI: સ્મૃતિ મધાના અને હરમનપ્રીત કૌરની સદીએ વિશ્વકપમાં તોડી નાંખ્યા વિક્રમ
Smriti Mandhana-Harmanpreet Kaur એ રેકોર્ડ ભાગીદારી રમત રમી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 12:13 PM
Share

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 (ICC Women World Cup 2022) માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ (West Indies Women Cricket Team) સામે શાનદાર બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયા (Indian Women Cricket Team) એ સ્મૃતિ મંધાના (123) અને હરમનપ્રીત કૌર (109)ની સદીની મદદથી 317 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો સર્વોચ્ચ સ્કોર છે. સ્મૃતિ અને હરમનપ્રીતે પોતાની ઇનિંગ્સથી કેટલાક અદ્ભુત રેકોર્ડ પણ બનાવ્યા. બંનેએ ત્રણ વિકેટે 78 રનના સ્કોર સાથે ટીમને બચાવી હતી અને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ચોથી વિકેટ માટે 184 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. તેણે 2017 વર્લ્ડમાં ઈંગ્લેન્ડના ટેમી બ્યુમોન્ટ અને નેટ સાયવર વચ્ચે 170 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.

સ્મૃતિ મંધાનાએ 119 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. વનડેમાં આ તેની પાંચમી સદી હતી. આ દરમિયાન હરમનપ્રીત કૌરે તેની ઇનિંગમાં 107 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. હરમને તેની ODI કારકિર્દીની ચોથી સદી અને વર્લ્ડ કપની ત્રીજી સદી ફટકારી હતી. 2017ના વર્લ્ડ કપમાં અણનમ 171 રન બાદ આ તેની પ્રથમ સદી છે.

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની સદી

1982 થી 2022 સુધી 1 સદી, હવે એક જ મેચમાં બે સદી

હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાની સદીના કારણે ન્યૂઝીલેન્ડમાં ભારતીય ખેલાડીઓનો સદીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 1982થી લઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ભારતે ન્યૂઝીલેન્ડમાં માત્ર એક જ સદી ફટકારી હતી. પરંતુ હવે એક મેચમાં બે સદી ફટકારી છે. આ સાથે જ સ્મૃતિ મંધાનાએ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બીજી સદી ફટકારી હતી. તેણે 2017ના વર્લ્ડ કપમાં પણ આ જ ટીમ સામે સદી ફટકારી હતી.

ICC ઇવેન્ટમાં હરમનપ્રીત કૌર શાનદાર

આ સાથે જ ICC ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરનો શાનદાર રેકોર્ડ જારી રહ્યો છે. તેણે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી છે. વર્લ્ડ કપમાં તેની કુલ ચાર સદી છે અને તેમાંથી ત્રણ વર્લ્ડ કપમાં છે. આ સાથે જ તેણે T20 વર્લ્ડ કપમાં પણ સદી ફટકારી છે. T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર તે એકમાત્ર ભારતીય છે.

આ પણ વાંચોઃ IND W vs WI W: હરમનપ્રીતે જમાવી સદી, વેસ્ટ ઇન્ડિઝ પર સ્મૃતિ બાદ વધુ એક ખેલાડીએ ધમાલ મચાવી

આ પણ વાંચોઃ Asian Youth & Junior Boxing Championships: વિશ્વનાથ અને આનંદનુ શાનદાર પ્રદર્શન, ફાઇનલમાં મેળવ્યુ સ્થાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">