Asian Youth & Junior Boxing Championships: વિશ્વનાથ અને આનંદનુ શાનદાર પ્રદર્શન, ફાઇનલમાં મેળવ્યુ સ્થાન
એશિયન યુથ અને જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ (Asian Youth & Junior Boxing Championships) ટુર્નામેન્ટમાં ભારતના યુવા બોક્સરોએ ઘણો પરસેવો વહાવ્યો અને દેશ માટે મેડલ જીત્યા.
વિશ્વનાથે 48 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં વિભાજિત નિર્ણય દ્વારા મિરાલિજોન માવલોનોવને 4-1 થી હરાવ્યો, તેણે તેની સતત બીજી ફાઇનલ માટે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ, જ્યારે રોમાંચક બેન્ટમવેઇટ (54 કિગ્રા) સેમિફાઇનલમાં આનંદે અબ્દુવલી બુરિબોવ હરાવ્યો. બુરીબોવને 3-2 થી હરાવી મુશ્કેલ જીત મેળવીને ફાઈનલ મેચ સુધીનો માર્ગ મોકળો કર્યો.
ફાઇનલમાં કોની સામે ટક્કર
ટૂર્નામેન્ટના અંતિમ સંસ્કરણમાં સિલ્વર મેડલ જીતનાર વિશ્વનાથનો ફાઇનલમાં કિર્ગીઝ બોક્સર એર્ગેશોવ બેકઝાટ સામે થશે. ગત સિઝનમાં ફાઇનલમાં હાર મેળવનાર વિશ્વનાથ આ વખતે પોતાના મેડલનો રંગ બદલવા માટેના ઇરાદા સાથે ફાઇનલમાં ઉતરશે. આનંદ ફીલીપાઇન્સના એલ્ઝે પામિસાનો સામનો કરશે. ભારતના રમનનો શુક્રવારે પરાજય થયો હતો રમને 51 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ખુઝાનઝાર નોર્તોજીવ સામે 0-5 થી હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ સાથે તેના અભિયાનનો અંત કર્યો હતો.
આ બોક્સરો પર રહેશે નજર
શનિવારે , ત્રણ વધુ ભારતીય યુવા બોક્સર વેનિશ (63.5kg), દીપક (75kg), અમન સિંહ બિષ્ટ (+92kg) પોતપોતાની સેમી ફાઈનલ મેચ રમશે. ભારતીય બોક્સરોએ યુવા વર્ગમાં 18 મેડલ પાકા કરી લીધા છે. જેમાંથી 12 મહિલાઓએ અને છ પુરુષોએ મેડલ જીત્યા છે. મહિલાઓના વર્ગમાં સાત બોક્સરોએ ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. આ ટૂર્નામેન્ટ એટલા માટે ખાસ છે, કારણ કે આ વર્ષે પુરુષ અને મહિલાઓ બંને માટે યુવા અને જૂનિયર વર્ગની મેચો એક સાથે રમાડવામા આવી રહી છે.
ચાર ખેલાડી સેમિફાઇનલ હાર્યા
જુનિયર પુરુષોના વિભાગમાં, યશવર્ધન સિંહ અને ઋષભ સિંહ શિખરવારે ગુરુવારે મોડી રાત્રે સેમિફાઇનલમાં વિપરીત જીત નોંધાવી હતી જ્યારે અન્ય પાંચ બોક્સર જયંત ડાગર (54 કિગ્રા), ચેતન (57 કિગ્રા), જેક્સન સિંઘ લેશરામ (70 કિગ્રા), દેવ પ્રતાપ સિંહ (75 કિગ્રા). ), ગૌરવ મહસ્કે (+80kg) એ છેલ્લા-4 રાઉન્ડની મેચમાં હાર્યા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
યશવર્ધન (60 કિગ્રા) એ કઝાકિસ્તાનના એલેક્સી ખવંતસેવને 5-0 થી હરાવ્યો હતો, જ્યારે રિષભ (80 કિગ્રા) એ કિર્ગિસ્તાનના ચોઇબેકોવ અઝીમ સામે 4-1 થી નજીકની જીત મેળવી હતી.