SLW vs INDW: આજે તૂટી શકે છે મિતાલી રાજનો ખાસ રેકોર્ડ, કોહલી-રોહિતની ક્લબમાં જોડાઈ શકે હરમનપ્રીત-મંધાના

Women Cricket : ભારત અને શ્રીલંકા (SLW vs INDW) વચ્ચે 3 T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજે રમાશે. હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને સ્મૃતિ મંધાના પાસે આ મેચમાં ખાસ રેકોર્ડ બનાવવાની તક છે.

SLW vs INDW: આજે તૂટી શકે છે મિતાલી રાજનો ખાસ રેકોર્ડ, કોહલી-રોહિતની ક્લબમાં જોડાઈ શકે હરમનપ્રીત-મંધાના
Indian women Team (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 12:51 PM

ભારતીય મહિલા ટીમ (Indian Women Team) આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમાશે. T20 શ્રેણી (T20 Series) ની પ્રથમ મેચ રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ દાંબુલા ખાતે બપોરે 2 વાગ્યે રમાશે. આ મેચમાં હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને સ્મૃતિ મંધાના (Smriti Mandhana) પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે. હરમનપ્રીત કૌર પૂર્વ સુકાની મિતાલી રાજ (Mithali Raj) ને પાછળ છોડી શકે છે.

રેકોર્ડ માટે હરમનપ્રીતે 46 રન કરવા પડશે

જો હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) પ્રથમ T20માં 46 રન બનાવશે તો તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય મહિલા ખેલાડી બની જશે. અત્યારે આ રેકોર્ડ ભૂતપૂર્વ કેપ્ટન મિલાતી રાજના નામે છે. મિતાલીએ તેની કારકિર્દીમાં 89 ટી-20 મેચમાં 37.52 ની એવરેજથી 2,364 રન બનાવ્યા છે. બીજા નંબર પર હરમનપ્રીત છે. જેણે 121 ટી20 મેચમાં 26.35 ની એવરેજથી 2,319 રન બનાવ્યા છે.

સ્મૃતિ માંધાના બનાવી શકે છે આ ખાસ રેકોર્ડ

તો ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ ટી20માં અત્યાર સુધીમાં 1971 રન બનાવ્યા છે. તે T20માં સૌથી વધુ રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. તે આજની મેચમાં 29 રન બનાવતાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં 2000 રન પૂરા કરશે. આવી સ્થિતિમાં મંધાના પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની ક્લબમાં સામેલ થશે. અત્યાર સુધીમાં મહિલા અને પુરૂષો સહિત 4 ભારતીય ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલમાં 2 હજારથી વધુ રન બનાવ્યા છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરનો સમાવેશ થાય છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બંને ટીમો આ પ્રમાણે છેઃ

ભારતની મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપ સુકાની), શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), એસ મેઘના, દીપ્તિ શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સિમરન બહાદુર, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ.

શ્રીલંકાની મહિલા ટીમઃ ચમારી અથપથ્થુ (સુકાની), હસીની પરેરા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની, ઓષાધિ રણસિંઘે, સુગાંદિકા કુમારી, ઈનોકા રણવીરા, અચીની કુલસૂર્યા, હર્ષિતા સમરવિક્રમા, વિશ્મી ગુણારત્ને, મલ્શા શેહાની, ઉમેશ શેહાની, ઉમેશ શેહાની, રાણાદેવી. હંસિમા કરુણારત્ને, કૌશાની નુથ્યાંગના, સત્ય સાંદીપની, થારીકા સેવાવંડી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">