Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિંકુ સિંહના બેટમાંથી ફરી ધનાધન સિક્સર, સુપર ઓવરમાં ટીમને અપાવી જીત, જુઓ Video

રિંકુ સિંહની ઈમેજ એવા ખેલાડીની બની ગઈ છે જે જરૂર પડ્યે સિક્સરનો વરસાદ કરે છે. તેણે IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમતી વખતે આ કામ કર્યું હતું અને હવે તે યુપી T20 લીગમાં પણ તેના બેટનો પાવર બતાવવામાં પાછળ રહ્યો નહોતો.

રિંકુ સિંહના બેટમાંથી ફરી ધનાધન સિક્સર, સુપર ઓવરમાં ટીમને અપાવી જીત, જુઓ Video
Rinku Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 10:28 AM

રિંકુ સિંહ (Rinku Singh)નું નામ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે રિંકુએ કંઈ નવું કર્યું નથી. તે જે કરતો આવ્યો છે તે જ રિંકુએ ફરી કરી બતાવ્યું છે. તેને મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશે પણ તેની T20 લીગ (UP T20 League) શરૂ કરી છે અને રિંકુએ આ લીગમાં ધમાલ મચાવી છે. રિંકુ આ લીગમાં મેરઠ મેવેરિક્સ વતી રમી રહ્યો છે. ગુરુવારે આ ટીમનો સામનો કાશી રુદ્રસ સાથે થયો હતો. મેચ ખૂબ જ રોમાંચક હતી અને સુપર ઓવરમાં ગઈ અને અહીં રિંકુએ કમાલ કરી હતી. રિંકુએ પોતાની શાનદાર બેટિંગથી ટીમને જીત અપાવી હતી. રિંકુની આ ઇનિંગે તેની IPL ઇનિંગ્સની યાદોને તાજી કરી છે જેણે તેને ખ્યાતિ અપાવી હતી.

મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાઈ

મેચનું 40 ઓવર પછી પરિણામ નક્કી થઈ શક્યું ન હતું કારણ કે બંને ટીમોનો સ્કોર સમાન હતો. પ્રથમ બેટિંગ કરતા કાશીએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. મેરઠની ટીમે પણ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. મેચ સુપર ઓવરમાં ગઈ જ્યાં રિંકુએ કમાલ કરી હતી.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

સિક્સર પર સિક્સર ફટકારી

સુપર ઓવરમાં કાશીની ટીમે પ્રથમ બેટિંગ કરીને એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા. રિંકુ મેરઠ તરફથી બેટિંગ કરવા આવ્યો અને લેફ્ટ આર્મ સ્પિનર ​​યોગેન્દ્ર દોયલની ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. રિંકુએ IPL-2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા આવી જ દમદાર ઈનિંગ રમી હતી. ગુજરાત ટાઈટન્સ સામે કોલકત્તાને છેલ્લી ઓવરમાં 27 રનની જરૂર હતી.

રિંકુએ ગુજરાતના ફાસ્ટ બોલર યશ દયાલની ઓવરમાં પાંચ બોલમાં સતત પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. આ ઈનિંગના આધારે રિંકુ દુનિયાભરમાં ફેમસ થઈ ગયો. હાલમાં જ તેણે આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે T20 ડેબ્યૂ કર્યું હતું અને અહીં પણ તેણે બીજી મેચમાં પોતાની પ્રતિભા બતાવી હતી.

આ પણ વાંચો : Asia Cup 2023: ટીમની જર્સીને લઈ પાકિસ્તાનમાં હંગામો, ફેન્સે PCBને કર્યું ટ્રોલ, જાણો સમગ્ર મામલો

ઓપનર કર્ણ શર્માએ 44 બોલમાં 58 રનની ઈનિંગ રમી

આ મેચમાં કાશીની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનર કર્ણ શર્માએ 44 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રનની ઇનિંગ રમી હતી. શિવમ બંસલે 41 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં અંકુર મલિકે 16 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. મેરઠ તરફથી માધવ કૌશિકે જોરદાર બેટિંગ કરી હતી. 52 બોલનો સામનો કરીને તેણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 87 રન બનાવ્યા હતા. રિંકુએ 22 બોલમાં 15 રન બનાવ્યા જેમાં એક સિક્સર પણ સામેલ હતી પરંતુ તેણે સુપર ઓવરમાં આ ધીમી ઈનિંગ્સને સરભર કરતા સુપર ઓવરમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">