Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh: ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા ભાવુક થયો રિંકુ સિંહ, કહી દિલની વાત

રિંકુ સિંહે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં યશ ઠાકુરને છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને KKRને યાદગાર જીત અપાવી હતી અને આ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. હવે તેની પસંદગી ટીમ ઈન્ડિયામાં થઈ છે.

Rinku Singh: ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા ભાવુક થયો રિંકુ સિંહ, કહી દિલની વાત
Rinku Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 5:36 PM

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) તરફથી રમતા રિંકુ સિંહે IPL 2023માં શાનદાર રમત બતાવી હતી. આ રમતના આધારે તેનું ભારત માટે રમવાનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા (Team India) માં રિંકુ સિંહની પસંદગી થઈ હતી. સોમવારે જ્યારે આયર્લેન્ડ પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી, ત્યારે આ ટીમમાં પણ રિંકુ સિંહ (Rinku Singh) નું નામ હતું. આ પછી રિંકુએ કહ્યું કે તેના માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.

રિંકુ સિંહને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી

ભારતીય ટીમ આ મહિને આયર્લેન્ડના પ્રવાસે જશે અને ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ ટીમની કપ્તાની જસપ્રીત બુમરાહ કરશે, જે લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. આ પ્રવાસમાં ટીમના મોટાભાગના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

ભારતીય ટીમમાં પસંદગી એક સ્વપ્ન સમાન

ટીમમાં પસંદગી થવા પર રિંકુએ તેની અત્યાર સુધીની સફરને યાદ કરી અને અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે તે તેના માટે આ એક સ્વપ્ન જેવું છે. ભાવુક થઈને રિંકુએ કહ્યું કે તે વહેલા જાગવા માંગતો નથી કારણ કે તે આ સમયે શું અનુભવે છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. રિંકુએ કહ્યું કે તે લાગણીશીલ વ્યક્તિ છે અને જ્યારે પણ તે તેના માતા-પિતા સાથે વાત કરે છે ત્યારે રડવા લાગે છે.

પાંચ બોલમાં પાંચ સિક્સર બાદ થયો ફેમસ

IPL 2023માં ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી ઓવરમાં રિંકુએ યશ ઠાકુરની બોલિંગમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને કોલકાતાને યાદગાર હિટ આપવી હતી. અહીંથી રિંકુનું જીવન બદલાઈ ગયું અને તે આખી દુનિયામાં ફેમસ થઈ ગયો.

મહેનતનું ફળ મળ્યું

રિંકુએ કહ્યું છે કે તેણે અત્યાર સુધી કરેલી મહેનત રંગ લાવી છે. રિંકુએ કહ્યું કે તે છ વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે છે. તેણે કહ્યું કે શરૂઆતમાં તેને તકો મળી પરંતુ તે નિષ્ફળ ગયો. પરંતુ તે શરૂઆતના દિવસોમાં ઘણું શીખ્યું અને મુંબઈમાં અભિષેક નાયર સાથે તેની બેટિંગ પર કામ કર્યું. રિંકુએ કહ્યું કે તેણે જે મહેનત કરી હતી તે હવે ફળી રહી છે.

આ પણ વાંચો : Ashes 2023: ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સ્ટુઅર્ટ બ્રોડની વિદાય

KKRને આપ્યો શ્રેય

પોતાની સફળતા માટે ફ્રેન્ચાઈઝીનો આભાર માનતા તેણે કહ્યું કે જો કોઈ અન્ય ફ્રેન્ચાઈઝી હોત તો તેણે તેની નિષ્ફળતા બાદ તેને હટાવી દીધો હોત. પરંતુ કોલકાતાની ટીમ મેનેજમેન્ટ અને અભિષેક નાયરે તેનામાં ક્ષમતા જોઈ અને તેને ટેકો આપ્યો. તેણે કહ્યું કે તે દરરોજ નેટ્સમાં પાંચ-છ કલાક બેટિંગ કરતો હતો જેના કારણે તે ઓલરાઉન્ડ બેટ્સમેન બન્યો અને IPLમાં સારો દેખાવ કર્યો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">