Shreyas Iyer, IPL 2022: શ્રેયસ ઐયર થયો માલામાલ, કોલકાતા નાઈટ રાઈડર્સે આટલી મોટી રકમ વડે ખરીદ્યો

Shreyas Iyer Auction Price: શ્રેયસ અય્યરને દિલ્હી કેપિટલ્સે જાળવી રાખ્યો ન હતો. આ જમણા હાથના બેટ્સમેને 3 વર્ષ સુધી ટીમની કમાન પણ સંભાળી હતી.

Shreyas Iyer, IPL 2022: શ્રેયસ ઐયર થયો માલામાલ, કોલકાતા નાઈટ રાઈડર્સે આટલી મોટી રકમ વડે ખરીદ્યો
Shreyas iyer ને ખરીદવા માટે શાહરુખ ખાનની ટીમે આટલી મોટી રકમ ખર્ચી દીધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 1:18 PM

શાનદાર બેટ્સમેન, મેચ જીતવાની સંપૂર્ણ શક્તિ અને કેપ્ટનશિપ પણ. શ્રેયસ અય્યર (Shreyas Iyer) ના આ ગુણોએ તેને આઈપીએલ 2022ની હરાજી માં કરોડપતિ બનાવ્યો. દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીને બહાર કાઢતા જ બધાની નજર ઐયર પર હતી અને મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માં અય્યરનું નામ આવતા જ તેના પર પૈસાનો વરસાદ થવા લાગ્યો. આખરે શ્રેયસ અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) ખરીદ્યો. શ્રેયસ અય્યરને 12.25 કરોડ રૂપિયાની મોટી રકમ મળી છે. માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સનો નવો કેપ્ટન બની શકે છે. આ ટીમમાં હાલમાં કોઈ કેપ્ટન નથી.

શ્રેયસ ઐય્યર માત્ર બીજી વખત IPL ઓક્શનમાં ઉતર્યો હતો. વર્ષ 2015માં આ ખેલાડી પહેલીવાર હરાજીમાં આવ્યો હતો અને દિલ્હીએ ઐયરને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અય્યરે પોતાની ડેબ્યૂ સિઝનમાં 14 મેચમાં 439 રન બનાવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી, ત્યારબાદ દિલ્હીની ટીમે તેને જાળવી રાખ્યો હતો. જો કે, વર્ષ 2021 માં, આ ખેલાડી પહેલા કેપ્ટન હતો અને તે પછી દિલ્હી કેપિટલ્સે તેને જાળવી રાખ્યો ન હતો.

શ્રેયસ અય્યરના IPL આંકડા

શ્રેયસ અય્યરનો આઈપીએલ રેકોર્ડ શાનદાર છે. આ ખેલાડીએ 87 મેચમાં 31.66ની એવરેજથી 2375 રન બનાવ્યા છે. અય્યર મિડલ ઓર્ડરમાં નંબર પરથી બેટિંગ કરે છે. અય્યરે IPLની 7 સિઝનમાં ભાગ લીધો છે, જેમાંથી તેણે 4 વખતમાં 400થી વધુ રન બનાવ્યા છે. અય્યરે વર્ષ 2020માં 34થી વધુની સરેરાશથી 519 રન બનાવ્યા હતા. 2019માં તેણે 30.86ની એવરેજથી 463 રન બનાવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

2015માં તેના બેટમાંથી 439 રન થયા હતા. 2018માં તે 411 રન બનાવવામાં સફળ રહ્યો હતો. વર્ષ 2016માં અય્યર 6 મેચમાં માત્ર 30 રન જ બનાવી શક્યો હતો. છેલ્લી સિઝનની વાત કરીએ તો શ્રેયસ ઐયર ઈજાના કારણે માત્ર 8 મેચ જ રમી શક્યો હતો અને તેના બેટથી 35ની એવરેજથી માત્ર 175 રન જ થયા હતા.

શ્રેયસ અય્યરને વર્ષ 2018માં દિલ્હીની કેપ્ટનશીપ મળી હતી. અય્યરે ગૌતમ ગંભીરનું સ્થાન લીધું હતું. તે દિલ્હીનો સૌથી યુવા કેપ્ટન હતો અને તેણે માત્ર 23 વર્ષ 142 દિવસની ઉંમરમાં કેપ્ટનશીપ મેળવી હતી. પોતાની કેપ્ટનશિપની ડેબ્યૂ મેચમાં અય્યરે 40 બોલમાં 10 સિક્સરની મદદથી 93 રન ફટકાર્યા હતા. વર્ષ 2019 માં, ઐયરની કેપ્ટન્સીમાં, દિલ્હી કેપિટલ્સ 7 વર્ષમાં પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચી હતી.

2020 માં, ટીમ પ્રથમ વખત IPL ફાઈનલ રમી હતી. પરંતુ 2021માં ઈજાના કારણે તે IPLના પહેલા હાફમાંથી બહાર થઈ ગયો હતો અને ઋષભ પંતને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરત આવ્યા બાદ પણ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો. જો કે હવે શ્રેયસ અય્યરે આઈપીએલમાં નવી શરુઆત કરી છે.

આ પણ વાંચોઃ Mohammad Shami IPL 2022 Auction: ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે, ફ્રેન્ચાઇઝીએ આટલા કરોડમાં ખરિદ્યો

આ પણ વાંચોઃ Shikhar Dhawan IPL 2022 Auction: શિખર ધવન ને પંજાબ કિંગ્સે ખરીદ્યો, બેઝ પ્રાઇઝ કરતા ચાર ગણી વધારે રકમ લગાવી

g clip-path="url(#clip0_868_265)">