Shikhar Dhawan IPL 2022 Auction: શિખર ધવન ને પંજાબ કિંગ્સે ખરીદ્યો, બેઝ પ્રાઇઝ કરતા ચાર ગણી વધારે રકમ લગાવી

Shikhar Dhawan Auction Price in Gujarati: શિખર ધવનને પંજાબ કિંગ્સે 8.25 કરોડ રુપિયાની બોલી લગાવી હતી.

Shikhar Dhawan IPL 2022 Auction: શિખર ધવન ને પંજાબ કિંગ્સે ખરીદ્યો, બેઝ પ્રાઇઝ કરતા ચાર ગણી વધારે રકમ લગાવી
Shikhar Dhawan હવે પંજાબની ટીમ તરફ થી રમતો જોવા મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 12:43 PM

શિખર ધવન (Shikhar Dhawan) હવે પંજાબ કિંગ્સ (Punjab Kings) નો હિસ્સો છે. પંજાબ કિંગ્સે તેને 8.25 કરોડ રુપિયાના રકમની બોલી લગાવીની પોતાની ટીમ સાથે જોડી લીધો છે. દિલ્હી કેપિટલ્સની ટીમે ધવનને રિલીઝ કર્યો હતો. ત્યાર બાદે તે 2 કરોડની બેઝ પ્રાઇઝ સાથે ઓક્શન (IPL 2022 Auction) માં સામેલ થયો હતો. ઓક્શનની શરુઆત શિખર ધવનની બોલી સાથે થઇ હતી. અને જેમાં તેના માટે સ્પર્ધા ચાલી હતી અને અંતે તેને પંજાબની ટીમ પોતાની સાથે જોડવામાં સફળ રહી હતી.

શિખર ધવનને ખરિદવા માટે રાજસ્થાન રોયલ્સે તૈયારી દર્શાવી હતી. અને તેણે બોલીની શરુઆત કરી હતી., પરંતુ દિલ્હી કેપિટલ્સે ધવનને પોતાની સાથે ફરી થી જોડવા માટે બોલી બોલવી શરુ કરી હતી. જે બંને વચ્ચે જબરદસ્ત સ્પર્ધા ચાલી હતી. બંને વચ્ચેની બોલી 2 કરોડના બેઝ પ્રાઇઝ થી આગળ વધીને 5 કરોડ સુધી પહોંચી ગઇ હતી. જોકે ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સની ટીમ ધવન પર બોલી બોલવાથી હટી ગઇ હતી. જોકે દિલ્હીએ તેના પૂર્વ ખેલાડી માટે 7 કરોડ સુધી બોલી લગાવી દીધી હતી. જોકે અંતે પંજાબ કિંગ્સની ટીમ 8.25 કરોડ રુપિયામાં પોતાની સાથે ધવનને જોડવામાં સફળ બની ગઇ હતી.

ગત સિઝનમાં તે દિલ્હી કેપિટલ્સ ટીમ વતી થી રમી રહ્યો હતો. તેણે ગત સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન દર્શાવ્યુ હતુ. તેણે 16 મેચોની 16 ઇનીંગ રમીને 587 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સરેરાશ 39.13 રહી હતી. જ્યારે સ્ટ્રાઇક રેટ 124.62 રહ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચોઃ Gujarat Titans IPL 2022 Auction: ગુજરાતની ટીમે કયા ખેલાડી પર કેટલા પૈસા વરસાવ્યા, જુઓ યાદી

g clip-path="url(#clip0_868_265)">