AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીને લઈ ચોંકાવનારા સમાચાર, આવતા વર્ષે T20 વર્લ્ડ કપ નહીં રમે?

જો અમે તમને કહીએ કે વિરાટ કોહલી આગામી T20 વર્લ્ડ કપ નહીં રમે તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ ના. વિરાટ જે ફોર્મમાં છે અને 35 વર્ષની ઉંમરે પણ તેની પાસે જે પ્રકારની ફિટનેસ છે. તેને જોયા પછી દરેક વ્યક્તિ એવું જ વિચારશે. પરંતુ, આવી રહેલા અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયામાં T20 વર્લ્ડ કપ 2024ને લઈને વિરાટ કોહલી માટે દરવાજા બંધ થઈ ગયા છે.

વિરાટ કોહલીને લઈ ચોંકાવનારા સમાચાર, આવતા વર્ષે T20 વર્લ્ડ કપ નહીં રમે?
Virat Kohli
| Updated on: Dec 01, 2023 | 1:25 PM
Share

વિરાટ કોહલી 35 વર્ષનો છે અને આ ઉંમરે પણ તે એટલો ફિટ છે કે તે દુનિયાની કોઈપણ ટીમમાં જગ્યા બનાવી શકે છે. આવી સ્થિતિમાં જે સમાચાર આવી રહ્યા છે તે થોડા ચોંકાવનારા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રમતો જોવા નહીં મળે.

BCCI પસંદગીકારોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી

વિરાટ કોહલીની T20 ટીમમાં જગ્યા નથી બની રહી, એવામાં તેણે વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન નહીં મળે એવું કહેવામાં આવી રહ્યું છે. 30 નવેમ્બરે યોજાયેલી BCCI પસંદગીકારોની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં રાહુલ દ્રવિડ પણ હાજર હતો. તે બેઠકમાં T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીના ભવિષ્ય અંગે પણ ચર્ચા થઈ હતી.

કોહલીએ વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો

તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો છે. આ કારણોસર, તેનું નામ આફ્રિકામાં રમાનાર T20 અને ODI બંને શ્રેણીમાં નથી. પરંતુ, હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ હવે T20 વર્લ્ડ કપ 2024ની ટીમનો ભાગ બની શકશે નહીં.

કોહલી T20 વર્લ્ડ કપ કેમ નહીં રમી શકે?

હવે પ્રશ્ન એ છે કે આવું કેમ થયું? તો આ સવાલનો જવાબ રિપોર્ટમાં છે જે હાલમાં હેડલાઈન્સમાં છે. રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી મળી રહી. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના કારણે આવું થઈ રહ્યું હોય તેવું લાગે છે, જેમને BCCI T20 ઈન્ટરનેશનલમાં ભારતની નવી ઓપનિંગ જોડી તરીકે માની રહ્યા છે.

રોહિતની ટીમમાં વિરાટ નહીં હોય!

BCCI જે ટીમની કમાન 36 વર્ષના રોહિત શર્માને આપવા તૈયાર છે તેમાં વિરાટ કોહલી નથી. એવા સમાચાર છે કે રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. રોહિતે પોતાને કેપ્ટન તરીકે સાબિત કરી દીધો છે. પરંતુ, વિરાટ કોહલી નહીં રમે તે હકીકતને પચાવવું થોડું મુશ્કેલ છે.

T20 ઈન્ટરનેશનલમાં વિરાટનો દબદબો

વિરાટ કોહલી પુરૂષોની T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે એકમાત્ર પુરુષ ખેલાડી છે જેણે T20 ઈન્ટરનેશનલમાં 4000 કે તેથી વધુ રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલ કરિયરમાં વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ 138 છે. એટલું જ નહીં, તેણે 38 વાર ફિફ્ટી પ્લસ સ્કોર કર્યા છે, તેથી જો તમે તેની સરખામણી અન્ય ખેલાડીઓ સાથે કરશો તો વિરાટ ઘણો આગળ જોવા મળશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024માં નહીં રમવાના સમાચાર આશ્ચર્યજનક છે.

આ પણ વાંચો: રોહિત કે હાર્દિક – T20 વર્લ્ડ કપમાં કોણ બનશે કેપ્ટન? BCCIની મન કી બાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">