5 નહીં પરંતુ 500 છોકરીઓ છે… શોએબ મલિકે આ શું કહ્યું ? જુઓ ચોંકાવનારો વીડિયો
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક આ દિવસોમાં ક્રિકેટને બદલે પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેણે સાનિયા મિર્ઝાથી છૂટાછેડા લીધા છે. હવે શોએબ મલિકનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે બાદ ઘણો વિવાદ ઊભો થયો છે.
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ક્યારેક તેની બોલિંગના કારણે તો ક્યારેક તેની બેટિંગના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હવે પરિસ્થિતિ કંઈક અંશે બદલાઈ ગઈ છે. પાકિસ્તાનનો આ ખેલાડી હવે ક્રિકેટને કારણે નહીં પરંતુ તેના અંગત જીવનમાં આવેલા ઉથલપાથલને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ શોએબ મલિકે સાનિયા મિર્ઝાથી છૂટાછેડા લીધા છે અને તેણે ત્રીજા લગ્ન પણ કર્યા છે. લગ્ન બાદ શોએબ મલિકના જૂના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે અને તેનો આવો જ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
શોએબ મલિકનો ચોંકાવનારો વીડિયો વાયરલ
શોએબ મલિકનો આ વીડિયો એક ટોક શોનો છે જેમાં શોએબ અખ્તર તેને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો છે. શોએબ અખ્તરે તેને પૂછ્યું કે તેની મનપસંદ 5 છોકરીઓ કોણ છે, જેના જવાબમાં શોએબે કહ્યું- 5 નહીં, 500 છોકરીઓ છે. જો હું 5 છોકરીઓના નામ લો તો બાકીની 495 છોકરીઓને ખરાબ લાગશે. આટલું જ નહીં, શોએબે કહ્યું કે તેની દોસ્તી છોકરાઓ કરતાં છોકરીઓ સાથે વધુ છે.
સના સાથે ત્રણ વર્ષથી હતું અફેર!
તાજેતરમાં જ પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે શોએબ મલિક છેલ્લા ત્રણ વર્ષથી સના જાવેદ સાથે રિલેશનશિપમાં હતો. નવાઈની વાત એ છે કે સનાના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. મતલબ કે લગ્ન પછી તરત જ અથવા તેના થોડા સમય પહેલા તે પણ શોએબ મલિકને પ્રેમ કરવા લાગી હતી.
View this post on Instagram
સાનિયાના પરિવારને શોએબની હરકતો વિશે જાણ હતી!
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સાનિયા અને તેનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી શોએબ મલિકની હરકતો વિશે જાણતો હતો. જ્યારે શોએબના પરિવારને આ વિશે ગયા વર્ષે જ ખબર પડી હતી. શોએબને ઘણું સમજાવવામાં આવ્યો પરંતુ તે રાજી ન થયો અને અંતે તે સાનિયાથી અલગ થઈ ગયો.
આ પણ વાંચો : ભારતને અન્ડર 19 વર્લ્ડ કપ જીતાડનાર બે કેપ્ટનને ટીમ ઈન્ડિયામાં ના મળ્યું સ્થાન, જાણો કોણ રહ્યું સૌથી સફળ?