ICC T20 વર્લ્ડ કપ 2022 માં ગ્રુપ સ્ટેજની મેચોના છેલ્લા દિવસે ઘણા પરિણામો જોવા મળ્યા જેણે સમગ્ર ટુર્નામેન્ટ બદલી નાખ્યું છે. પાકિસ્તાનને આમાં સૌથી વધુ ફાયદો થયો છે, કારણ કે શરૂઆતમાં ભારત અને ઝિમ્બાબ્વે સામે સતત પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પ્રથમ રાઉન્ડથી જ ટુર્નામેન્ટમાંથી બહાર જતી જોવા મળી હતી. પરંતુ હવે પાકિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. અગાઉ, અખ્તરે ‘મેન ઇન ગ્રીન’ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેઓ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ જશે.
— BITTU SHARMA (@Bittu2590) November 6, 2022
તેણે એમ પણ કહ્યું હતું કે ભારત સેમિફાઇનલમાં હાર્યા બાદ ઘરે પરત ફરશે, પરંતુ હવે શોએબ અખ્તરે તેની વાતથી પીછેહઠ કરી છે અને કહ્યું છે કે તે ભારત-પાકિસ્તાનની ફાઇનલ મેચ જોવા માંગે છે.
What a tournament. No team was at their absolute best, that made the tournament the best. A World Cup to remember. pic.twitter.com/54TRquTtGy
— Shoaib Akhtar (@shoaib100mph) November 6, 2022
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં હવે સેમિફાઈનલની ચારેય ટીમ હવે નક્કી થઈ ગઈ છે. જેમાં ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે, તો ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને ટૉપ-4માં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે પહેલી સેમિફાઈનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “તેણે મને ખોટો સાબિત કર્યો છે. પાકિસ્તાન પહેલા રાઉન્ડમાંથી જ બહાર થયું નથી.
Shoaib bhai gaadi ke petrol ka EMI kitna hua?
— Vansh Bhanushali (@yehkyabanadiya) November 6, 2022
આટલું જ નહીં, આ વિડીયો શેર કરતા થોડા સમય પહેલા તેણે એક મીમ્સ શેર કર્યુ હતુ. જેમાં બાળકની જગ્યાએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત બતાવવામાં આવ્યું છે. પાકિસ્તાનને ધમાકેદાર એન્ટ્રી કરતા બતાવવામાં આવી છે. પાકિસ્તાન આવતા જ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ભાગી જાય છે, જ્યારે ભારત ત્યાં જ રહે છે. જેના પણ હવે ભારતીય ચાહકો ખુબ મજા લઈ રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. આ કાર પાકિસ્તાને લોન લઈને લીધી હશે.
તો કોઈ ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે કે, શોએબ ભાઈ ગાડીના પેટ્રોલનું ઈએમઆઈ કેટલું થયું છે. અન્ય લોકો કહી રહ્યા છે કે, તમે આવ્યા નથી તમને લાવવામાં આવ્યા છે.