સૂર્યકુમારના કેચ પર વિવાદ સમાપ્ત, શોન પોલોકે સવાલ ઉઠાવનારાઓને આપ્યો જવાબ, જુઓ

|

Jul 01, 2024 | 6:09 PM

ડેવિડ મિલરનો એક લાંબો શોટ બાઉન્ડરી પર સિક્સર જઈ રહ્યો હોવાનું લાગી રહ્યું હતું ત્યારે સૂર્યાએ જાદુઈ કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા હતા. સવાલો કરીને આશ્ચર્યજનક કેચને વિવાદમાં લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું હતું. જોકે આ દરમિયાન હવે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર શોન પોલેકે સવાલ ઉઠાવનારાઓને જવાબ આપી દીધો છે.

સૂર્યકુમારના કેચ પર વિવાદ સમાપ્ત, શોન પોલોકે સવાલ ઉઠાવનારાઓને આપ્યો જવાબ, જુઓ
પોલોકે કર્યુ સ્પષ્ટ

Follow us on

T20 વિશ્વકપ 2024 ની ફાઈનલ મેચની અંતિમ ઓવર્સની પળો દિલધડક રીતે પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડેવિડ મિલરનો એક લાંબો શોટ બાઉન્ડરી પર સિક્સર જઈ રહ્યો હોવાનું લાગી રહ્યું હતું ત્યારે સૂર્યાએ જાદુઈ કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા હતા. જાણે કે સૂર્યાએ બોલ નહીં પણ T20 વિશ્વકપની ટ્રોફી પોતાના હાથમાં ઝડપી હોવાનું ચાહકોને લાગ્યું હતું. જોકે આ કેચને લઈ કેટલાક લોકોએ સવાલ કર્યા હતા.

સવાલો કરીને આશ્ચર્યજનક કેચને વિવાદમાં લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું હતું. જોકે આ દરમિયાન હવે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર શોન પોલેકે સવાલ ઉઠાવનારાઓને જવાબ આપી દીધો છે.

ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?

પોલોકે બતાવી હકીકત

શોન પોલોકે સૂર્યકુમાર યાદવના કેચને લઈને સમગ્ર સત્ય હકીકત જણાવી દીધી છે. દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ પૂર્વ ક્રિકેટર પોલોક ફાઈનલ મેચ દરમિયાન તે સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. તેમના નિવેદન સાથે જ ટીમ ઈન્ડિયા પર સવાલો કરીને લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા હોવાનું પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

પોલેકે એક પાકિસ્તાની મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે સૂર્યકુમાર યાદવ દ્વારા ઝડપવામાં આવેલ મિલરનો કેચ સંપૂર્ણ રીતે સારો હતો. એમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ખામી નહોતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રીના દોરડાને પણ પાછળ ખસેડ્યો નથી. દિગ્ગજ પૂર્વ ક્રિકેટર શોન પોલોકે પણ સૂર્યકુમાર યાદવે કરેલા કેચના વખાણ કર્યા હતા.

 

 

વિવાદનું કારણ શું હતું?

T20 વિશ્વકપ 2024 ફાઈનલ મેચના દિવસથી જ સૂર્યકુમાર યાદવે મિલરનો ઝડપેલો કેચ ખૂબ જ ચર્ચામાં હતો. એક તરફ તેણે બાઉન્ડરી પર ઝડપેલા આશ્ચર્યજનક કેચના વખાણ થઈ રહ્યા હતા, તો બીજી તરફ દાવો કરવામાં આવી રહ્યો હતો કે એ સમયે સૂર્યાનો પગ બાઉન્ડ્રી દોરડાને સ્પર્શી ગયો હતો.

તેના કેચ સામે એવા આક્ષેપો પણ થયા હતા કે, બાઉન્ડ્રી પરના દોરડું તેના મૂળ સ્થાનેથી પાછળ ખસેડાઈ ગયું હતું. આમ આવી સ્થિતિમાં આઈસીસીના બાઉન્ડ્રી નિયમો અનુસાર, તે સિક્સર જાહેર થવી જોઈતી હતી. પરંતુ અમ્પાયરે ઉતાવળમાં ખોટો નિર્ણય આપ્યો છે એમ સવાલ કરવામાં આવી રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ચિટીંગ કરીને દક્ષિણ આફ્રિકાને હાર આપીને ચેમ્પિયન બન્યુ છે એવા પણ સવાલ થયા હતા. જોકે ભારતીય ટીમની શાનદાર જીતને કેટલાક લોકો પચાવી નહીં શકતા આ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યાં હતા. જોકે આ અંગે હવે પોલોકે જ સ્પષ્ટતા કરી દીધી છે.

 

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વકપ જીતને લઈ જશ્નનો માહોલ, હિંમતનગરના ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:08 pm, Mon, 1 July 24

Next Article