AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સેહવાગ અને દ્રવિડના પુત્રોની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, એશિયા કપમાં મચાવશે ધમાલ

અંડર-19 એશિયા કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને સ્થાન મળ્યું છે. ઉત્તરાખંડના લક્ષ્ય રાયચંદાનીને ટીમની કમાન સોંપવામાં આવી છે. 5 નવેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ભારત સહિત આઠ ટીમો ભાગ લેશે. ભારતનો મુકાબલો 8 નવેમ્બરે પાકિસ્તાન સામે થશે.

Breaking News: સેહવાગ અને દ્રવિડના પુત્રોની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, એશિયા કપમાં મચાવશે ધમાલ
Sehwag & DravidImage Credit source: X
| Updated on: Oct 30, 2026 | 8:04 PM
Share

ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 5 નવેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના ખેલાડી લક્ષ્ય રાયચંદાનીને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે રમનારા ખેલાડીઓની અંડર-19 એશિયા કપ માટે પસંદગી કરવામાં આવી છે.

અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમ

લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીત, યશોવર્ધન સિંહ, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ, રજત બઘેલ, વી. યશવીર, આર્યન સવસાણી, મોહિત ઉલવા, કાવ્યા પટેલ, શવિન વિનોદ અને ઈશાન સૂદ.

14 નવેમ્બરે ફાઇનલ યોજાશે

ટીમ ઈન્ડિયાને ગ્રુપ A માં UAE, નેપાળ અને પાકિસ્તાન સાથે મૂકવામાં આવી છે. ગ્રુપ B માં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મલેશિયાનો સમાવેશ થાય છે. દરેક ગ્રુપમાંથી બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મુકાબલા 12 નવેમ્બરે યોજાશે. 14 નવેમ્બરે અંડર-19 એશિયા કપની ફાઇનલ યોજાશે.

8 નવેમ્બરે પાકિસ્તાન સામે મુકાબલો

ભારતીય અંડર-19 ટીમનો પહેલો મુકાબલો 6 નવેમ્બરે નેપાળ સામે છે. ટીમ ઈન્ડિયા 8 નવેમ્બરે પાકિસ્તાન સામે રમશે. UAE સામેની મેચ 10 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમની ત્રણેય મેચ મસ્કતમાં રમાશે.

ભારત પાસે બદલો લેવાની તક

ભારતીય ટીમ ગયા અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. પાકિસ્તાને બીજી વખત આ ટુર્નામેન્ટ જીતી હતી. જોકે, ભારત આ ટુર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ છે. ભારતે આઠ વખત અંડર-19 એશિયા કપ જીત્યો છે. ટીમ ઇન્ડિયાએ 1989, 2003, 2012, 2013-14, 2016, 2018, 2019 અને 2021માં આ ટુર્નામેન્ટ જીતી હતી. બાંગ્લાદેશે બે વાર અને અફઘાનિસ્તાને એક વાર આ ટુર્નામેન્ટ જીતી છે.

IND vs NZ: ઓકલેન્ડમાં પહેલીવાર ભારતે ચાખ્યો હારનો સ્વાદ, આ ભૂલો ટીમ ઈન્ડિયાને ભારે પડી

Follow Us
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
g clip-path="url(#clip0_868_265)">