SEA Games Twenty20 Cricket: ટીમે 20 ઓવરમાં માત્ર 21 રન બનાવ્યા, T20Iમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ બન્યો
Philippines registers lowest T20I score: ફિલિપાઈન્સે સંપૂર્ણ 20 ઓવર રમી જેમાં તેણે 9 વિકેટે માત્ર 21 રન બનાવ્યા. ફિલિપીન્સનું આ પ્રદર્શન મલેશિયા સામેની મેચમાં જોવા મળ્યું હતું.
T20 એટલે તોફાની ક્રિકેટ, જ્યાં બોલરોનો બેટ્સમેનો પર દબદબો હોય છે અને રનનો ભારે વરસાદ થાય છે. પરંતુ, આ ફોર્મેટ પણ ક્રિકેટનું હોવાથી અહીં પણ નવા જુની થતી રહે છે અને તે કિસ્સામાં કેટલીકવાર ટીમો સાથે ઘટના પણ થાય છે. તેઓ શરમજનક રેકોર્ડનો ભાગ બની જાય છે. જેવી રીતે ફિલિપાઈન્સની ટીમ બની છે.
આ પણ વાંચો : IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં મોટા ફેરફારો, આ 2 ખેલાડીઓ છે સૌથી આગળ
SEA ગેમ્સમાં ફિલિપાઈન્સ અને મલેશિયા વચ્ચે મહિલા ટી-20 ક્રિકેટ મેચ 6 મેના રોજ યોજાઈ હતી. આ મેચમાં ફિલિપાઈન્સ સાથે જે થયું તે કોઈ આધાતથી ઓછું ન હતું. પરિણામ એ આવ્યું કે, તેણે મહિલા T20I ક્રિકેટના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો.
🇵🇭 Philippines end on 21/9 (20 Overs)
⭐️ Catherine Bagaoisan top-scores with 7
Congrats to Dhanusri Muhunan for picking up her maiden T20I wicket. In fact, she took 3 for 5 in 3 overs! 👏
LIVE Scorecard: https://t.co/RainyCMv3V#SEAGames #Cricket 📸 Archive Image pic.twitter.com/hMJBmXhJh1
— Malaysia Cricket (@MalaysiaCricket) May 6, 2023
ફિલિપાઈન્સે 20 ઓવરમાં 21 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા ફિલિપાઈન્સે આખી 20 ઓવર રમી હતી. પરંતુ તેના બેટમાંથી જેટલા રન આવવા જોઈએ તેટલા રન આવ્યા ન હતા. ફિલિપાઈન્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 21 રન બનાવ્યા હતા. મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આ સૌથી ઓછો સ્કોર છે.
ફિલિપાઈન્સના કોઈપણ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા નહીં
મલેશિયા સામે ફિલિપાઈન્સની બેટિંગની હાલત એવી હતી કે, કોઈ ડબલ ફિગરને સ્પર્શી શક્યું ન હતું. 4 બેટ્સમેન માટે ખાતું ખોલાવવું મુશ્કેલ બન્યું, જેમાં બંને ઓપનર પણ સામેલ હતા. ટીમ તરફથી વિકેટ કીપર બેટ્સમેન કેથરીને સૌથી વધુ 7 રન બનાવ્યા હતા.
IPL 2023 : આજે રાજસ્થાન રોયલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કોણ મારશે બાજી ?#IPL2O23 #IPL #RajasthanRoyals #SunrisersHyderabad #SRHvsRR #RRvsSRH #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) May 7, 2023
મલેશિયાએ 2.3 ઓવરમાં મેચ જીતી લીધી
હવે મલેશિયાના નામે માત્ર 22 રનનો ટાર્ગેટ હતો. મલેશિયાએ આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. તેણે જીત માટે જરૂરી 22 રન માત્ર 2.3 ઓવરમાં એટલે કે માત્ર 15 બોલમાં બનાવ્યા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…