Mohammed Siraj-Phil Salt Fight: દિલ્હીમાં સિરાજે આંગળી બતાવી ‘ચૂપ’ કરવા જતા માહોલ ગરમાયો, સોલ્ટના છગ્ગા-ચોગ્ગા પર ‘મરચાં’ લાગ્યા!

DC vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ લખનૌમાં નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર સાથે ખૂબ ઘર્ષણ કર્યુ હતુ, માહોલ ગરમા ગરમી ભર્યો બનાવી દીધો હવે, ચોગ્ગા છગ્ગાનો માર સહ્યા બાદ સિરાજ લાલચોળ દેખાયો હતો.

Mohammed Siraj-Phil Salt Fight: દિલ્હીમાં સિરાજે આંગળી બતાવી 'ચૂપ' કરવા જતા માહોલ ગરમાયો, સોલ્ટના છગ્ગા-ચોગ્ગા પર 'મરચાં' લાગ્યા!
Mohammed Siraj-Phil Salt Fight
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 8:41 AM

IPL 2023 ની સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. સિઝનમાં હવે બહાર થવાના જોખમને લઈ બિસ્તરા પેક કરવાની તૈયારીઓ કરવા લાગી હશે. પરંતુ આ બિસ્તરાઓમાં કેટલાક ખેલાડીઓ ઘર્ષણનુ મન દુઃખ દિલમાં ભરીને લઈ જશે એવુ પણ લાગી રહ્યુ છે. રમત ખેલદિલીનો પાયો ધરાવે છે અને ક્રિકેટને જેન્ટલમેન ગેમ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ કેટલાક ખેલાડીઓની હરકતો અને વ્યવહાર મેદાનની અંદર અને બહારનો માહોલ બદલી નાંખે છે. લખનૌમાં નવીન ઉલ હક અને ગંભીર સાથે બેંગ્લોરના વિરાટ કોહલીના ઘર્ષણનો મામલો હજુ ભૂલાયો નથી, ત્યાં સિરાજ બાખડવાના મૂડમાં જોવા મળ્યો હતો. દિલ્હીના મેદાનમાં તે પોતાની આંખો નિકાળીને આંગળી બતાવવા વર્તનને ફિલ સોલ્ટ સામે દેખાડતા મામલો ગરમાયો હતો.

સિરાજ અનેક વાર આંગળી હોઠ પર રાખીને કે આંખો નિકાળીને આંગળી બતાવતો જોવા મળતો હોય છે. તેને લઈ તે અનેકવાર ચર્ચાઓના નિશાને ચડી ચૂક્યો છે. પરંતુ સિરાજનુ આ વર્તન વધતુ જ જઈ રહ્યુ છે. દિલ્હી કેપિટલ્સના ઓપનર પોતાની આક્રમકતા બેટમાં ભરીને બતાવતા હતા અને રમતનો રોમાંચ એમાં જ સમાયેલો છે, ત્યાં સિરાજ તેમની સામે લાલચોળ જોવા મળ્યો હતો. જોકે ડેવિડ વોર્નરે મામલો આગળ વધતો અટકાવ્યો હતો.

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

આ પણ વાંચોઃ પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો! પત્નિ પર નજરના ‘તીર’ ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ

સોલ્ટ ના છગ્ગા-ચોગ્ગા પર મરચાં લાગ્યા

લખનૌમાં બેંગ્લોરના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને નવીન ઉલ હક તેમજ ગૌતમ ગંભીર સાથે મોટો વિવાદ સર્જાઈ ગયો હતો. આ મામલો હજુ માંડ ઠંડો પડી રહ્યો છે. ત્યાં બેંગ્લોરના બોલરે ઘર્ષણ કરી વિવાદ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વખતે જીતનો નશો નહીં પરંતુ હારનો ખતરો ગુસ્સો કરાવી રહ્યો જણાતો હતો. દિલ્હીની શરુઆત પાવર પ્લેમાં જબરદસ્ત રહી હતી. શરુઆત દિલ્હીએ આક્રમક અંદાજમાં કરીને પાવર પ્લેમાં ખૂબ રન નિકાળવાનો પ્રયાસ ઓપનર ફિલ સોલ્ટ અને ડેવિડ વોર્નરે કર્યો હતો. સિરાજની પણ આ દરમિયાન ધુલાઈ થઈ ગઈ હતી. મેચમાં સિરાજ પોતાની બીજી ઓવર લઈને આવ્યો ત્યારે ઓપનર ફિલ સોલ્ટે સળંગ 2 છગ્ગા અને આગળ બોલ પર એક ચોગ્ગો ફટકાર્યો હતો.

આ ધુલાઈથી સિરાજ બોખલાઈ ગયો હતો. જેને લઈ તેણે આગળનો બોલ બાઉન્સર કર્યો હતો અને તે બોલને અંપાયરે વાઈડ ગણાવ્યો હતો. બસ આ બાદ તો સિરાજનો ગુસ્સો વધારે ભડક્યો અને તે ગરમા ગરમીના મૂડ પર આવી ગયો હતો અને તેણે આંખો નિકાળીને આંગળી બતાવવાનો પોતાનો અંદાજ બતાવવો શરુ કરી દીધો હતો. સિરાજ આ અંદાજ સાથે ગુસ્સામાં બોલવા લાગ્યો હતો અને ચૂપ જેવા ઈશારા કરવા લાગ્યો હતો. ડેવિડ વોર્નર સિરાજ સામે આગળ આવીને સોલ્ટને પાછળ રાખ્યો હતો અને વોર્નર પોતાના અનુભવ મુજબ ઘર્ષણને થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. આમ સોલ્ટને પણ વોર્નરે નહીં ઉશ્કેરાવા માટે સમજાવી લીધો હતો. જે બાદ સોલ્ટે ઠંગા દિમાગ વડે દિલ્હી માટે મોટુ કામ કરી દીધુ હતુ અને બેંગ્લોરના સપનાને રોળી દીધા હતા.

અંપાયર અને સુકાની પણ વચ્ચે પડ્યા

સિરાજના આ વ્યવહારને જોઈ ફિલ્ડ અંપાયર અને બેંગ્લોરનો સુકાની ફાફ ડુ પ્લેસિસ પણ દોડી આવ્યો હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સિરાજને એક તરફ લઈ ગયો હતો અને શાંત રહેવા માટે સમજાવ્યો હતો. આ દરમિયાન કમેન્ટેટરે પણ મજા લઈ લીધી હોય એમ કટાક્ષ કર્યો હતો કે, કદાચ સિરાજ અંગ્રેજીમાં સમજી નથી રહ્યો.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
g clip-path="url(#clip0_868_265)">