AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયામાં પસંદગી છતાં કેમ્પમાં ભાગ નહીં લઈ શકે સરફરાઝ ખાન, હજુ રમશે દુલીપ ટ્રોફી મેચ

BCCIએ બાંગ્લાદેશ સામે 16 સભ્યોની ટીમ પસંદ કરી છે. આમાં સરફરાઝ ખાનનું નામ પણ સામેલ છે. જો કે હવે રિપોર્ટ સામે આવ્યો છે કે ટીમમાં પસંદગી છતાં સરફરાઝ ખાન દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડમાં ઈન્ડિયા B તરફથી રમતા જોવા મળશે. એવામાં તે ચેન્નાઈમાં યોજાનાર ટીમ ઈન્ડિયાના કેમ્પમાં ભાગ નહીં લઈ શકે.

ટીમ ઈન્ડિયામાં પસંદગી છતાં કેમ્પમાં ભાગ નહીં લઈ શકે સરફરાઝ ખાન, હજુ રમશે દુલીપ ટ્રોફી મેચ
Sarfraz Khan & KL Rahul (Photo PTI)
| Updated on: Sep 10, 2024 | 6:13 PM
Share

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. BCCIએ આ માટે ટીમની પણ જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાનને પણ 16 સભ્યોની ટીમમાં તક આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ટીમમાં પસંદગી છતાં સરફરાઝ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડમાં રમતો જોવા મળશે.

સરફરાઝ ચેન્નાઈમાં કેમ્પમાં ભાગ નહીં લે

સરફરાઝ ખાન પણ બીજા રાઉન્ડનો ભાગ છે અને તે 12મીથી 15મી સપ્ટેમ્બર દરમિયાન ઈન્ડિયા B માટે મેચ રમવા જઈ રહ્યો છે. BCCI 13 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં એક કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યું છે અને તેમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં પસંદગી કરાયેલ તમામ ખેલાડીઓને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડમાં રમવાના કારણે સરફરાઝ ખાન કેમ્પનો ભાગ પણ બની શકશે નહીં.

દુલીપ ટ્રોફી પ્રથમ રાઉન્ડમાં સરફરાઝનું પ્રદર્શન

દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં બેંગલુરુમાં ઈન્ડિયા A અને ઈન્ડિયા B વચ્ચે મેચ રમાઈ હતી. સરફરાઝ આ મેચમાં ઈન્ડિયા B તરફથી રમ્યો હતો. તેની ટીમે શુભમન ગિલની કપ્તાનીમાં ઈન્ડિયા A ને 76 રનથી હરાવ્યું હતું. સરફરાઝે આ મેચમાં કુલ 55 રન બનાવ્યા હતા. સરફરાઝ પ્રથમ દાવમાં 35 બોલમાં 9 રન બનાવીને અવેશ ખાનનો શિકાર બન્યો હતો. બીજી ઈનિંગમાં તેણે 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. હવે તેની ટીમ બીજા રાઉન્ડમાં ઈન્ડિયા C સામે ટકરાશે.

સરફરાઝ vs કેએલ રાહુલ

બાંગ્લાદેશ સામે સરફરાઝ ખાન અને કેએલ રાહુલને લઈને ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ ટેસ્ટ મેચમાં સરફરાઝની જગ્યાએ રાહુલને તક આપવામાં આવશે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાને આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. કેએલ રાહુલને વિદેશી પિચો પર રમવાનો અનુભવ છે. તેણે વિદેશની ધરતી પર પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં શાનદાર સદી ફટકારી હતી. ઈજાગ્રસ્ત થતા પહેલા તેણે હૈદરાબાદમાં તેની છેલ્લી ટેસ્ટમાં 86 રન બનાવ્યા હતા. PTIના અહેવાલ મુજબ પસંદગીકારો ઈચ્છે છે કે મહત્વપૂર્ણ શ્રેણી પહેલા ટીમના મુખ્ય ખેલાડીઓ પૂરતી મેચ પ્રેક્ટિસ કરે.

કેએલ રાહુલને પ્રાધાન્ય

બીજી તરફ સરફરાઝ ખાને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. તેને 3 મેચ રમવાની તક મળી. આ સમયગાળા દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી. જો કે હાલમાં તેની પાસે વિદેશમાં રમવાનો અનુભવ નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ ઈંગ્લેન્ડમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં, વર્તમાન સર્કલમાં તેની જગ્યાએ કેએલ રાહુલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: શુભમન ગિલની જગ્યાએ આ ખેલાડી બન્યો કેપ્ટન, યશસ્વી જયસ્વાલ બહાર, આ શાનદાર બેટ્સમેનને મળી તક

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">