AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 વર્ષની થઈ ધોનીની પત્ની સાક્ષી, દીકરી જીવા સાથે કાપી બર્થ ડે કેક

ધોનીના ક્યૂટ ફેમિલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. રાતની પાર્ટી અને કેક કટિંગના આ દ્રશ્યો ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે. આ વીડિયો નૈનીતાલનો હોવાનું જાણવા મળ્યું છે.

35 વર્ષની થઈ ધોનીની પત્ની સાક્ષી, દીકરી જીવા સાથે કાપી બર્થ ડે કેક
Sakshi Dhoni Birthday-video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 6:24 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનો આજે જન્મદિવસ છે. સાક્ષીનો જન્મ 19 નવેમ્બર, 1988માં થયો હતો. તેનો જન્મ અસમના તિનસુકિયા જિલ્લામાં થયો હતો. તેના પિતા આરકે સિંહ કનોઈ ગ્રુપના બિનાગુરી ટી કંપનીમાં કામ કરતા હતા. સાક્ષીએ પોતાનો 35મો જન્મદિવસ પતિ ધોની અને દીકરી જીવા સાથે ઉજવ્યો હતો.

ધોનીના ક્યૂટ ફેમિલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. રાતની પાર્ટી અને કેક કટિંગના આ દ્રશ્યો ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે. આ વીડિયો નૈનીતાલનો હોવાનું જાણવા મળ્યું છે.

ધોનીની પત્નીએ પરિવાર સાથે કર્યુ બર્થ ડે સેલિબ્રેશન

પૂર્વ કેપ્ટન ધોની હાલમાં ક્રિકેટની ચમક દમકવાળી દુનિયાથી દૂર નૈનીતાલમાં પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે. તેમના કેટલાક ફોટોસ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કેપ્ટન કૂલ નૈનીતાલથી જ વર્લ્ડ કપ જોઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

ધોની 2007થી 2017 સુધી મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં અને 2008થી 2014 સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝી રમે છે અને તેનું નેતૃત્વ કરે છે. આ સમય દરમિયાન અને તે પહેલા પણ તે હજારો અને લાખો લોકોની હાજરીમાં દરેક મેચ રમી અને જોઈ ચૂક્યો છે.

ભારતને ઘરની ધરતી પર 2011 ICC વર્લ્ડ કપ જીત્યાને 12 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ત્યારબાદ તત્કાલીન ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકા સામે સિક્સર વડે જીત સુનિશ્ચિત કરી હતી. 1983 પછી ભારતની આ બીજી વર્લ્ડ કપ જીત હતી.

આ પણ વાંચો : ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ પર સલમાન ખાનનું મોટું નિવેદન, કહ્યુ- ભારતની હાર થાય તેવી કોઈ શક્યતા જ નથી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">