વિરાટ કોહલીની 100મી ટેસ્ટને લઈને સચિન તેંડુલકરનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) કેટલાક ટેસ્ટ ખેલાડીઓનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટ કોહલી વિશે કહેવામાં આવ્યું છે. સચિન તેંડુલકરે કહ્યું કે મને યાદ છે, મેં જ્યારે પહેલીવાર તમારા (વિરાટ કોહલી) વિશે સાંભળ્યું, ત્યારે અમે 2007માં ઓસ્ટ્રેલિયામાં હતા.

વિરાટ કોહલીની 100મી ટેસ્ટને લઈને સચિન તેંડુલકરનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 9:56 PM

મોહાલીમાં શ્રીલંકા ટીમ (Sri Lanka Cricket) સામે ભારતીય ટીમ (Team India) સીરિઝની પહેલી ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) એક મોટી સિદ્ધિ પોતાના નામે કરશે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. વિશ્વમાં સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વિરાટ કોહલીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે 4 માર્ચથી મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) કેટલાક ટેસ્ટ ખેલાડીઓનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટ કોહલી વિશે કહેવામાં આવ્યું છે. સચિન તેંડુલકરે કહ્યું કે મને યાદ છે, મેં જ્યારે પહેલીવાર તમારા (વિરાટ કોહલી) વિશે સાંભળ્યું, ત્યારે અમે 2007માં ઓસ્ટ્રેલિયામાં હતા. તમે લોકો મલેશિયામાં અંડર-19 વિશ્વ કપ રમી રહ્યા હતા. ત્યારે ટીમના કેટલાક એવા ખેલાડીઓ હતા, જે તમારા વિશે ચર્ચા કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ એક એવો ખેલાડી છે, જેના પર તમારે ધ્યાન આપવું જોઇએ, સારી બેટિંગ કરે છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

સચિન તેંડુલકરે કહ્યું કે ત્યારબાદ અમે બંને ભારત માટે ક્રિકેટ રમ્યા હતા. વધુ સમય સુધી નહીં પણ જેટલું સાથે રમ્યા, જેમાં જોવા મળ્યું કે તમે (વિરાટ કોહલી) શીખવામાં ઘણા સારા છો. તમે તમારી રમતમાં કામ કરીને સતત સારી રમત રમવા માંગો છો. ફિટનેસ માટે તમે આદર્શ રહો. તમારી વાસ્તવિક તાકાત યુવાનોને પ્રેરણા આપી રહી છે. ભારતીય ક્રિકેટ માટે આ તમારૂ મોટુ યોગદાન છે.

મહત્વનું છે કે શ્રીલંકા સામે મોહાલીમાં ટેસ્ટ મેચ દરમ્યાન સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા જ દર્શકોને પ્રવેશવાની મંજુરી મળી છે. વિરાટ કોહલી તેની આ મેચને ખાસ બનાવવા માંગે છે અને તેની આ ખાસ મેચમાં દર્શકો સાક્ષી બનશે. જોકે આ પહેલા મોહાલી ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી ન હતી પણ દર્શકોએ સોશિયલ મીડિયામાં સતત દબાણ કરતા બીસીસીઆઈએ મોહાલી ટેસ્ટમાં સ્ટેડિયમમાં 50%ની ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશવાની મંજુરી આપી દીધી હતી.

જેને પગલે દર્શકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. જેમાં પહેલી મેચ 4 માર્ચથી મોહાલીમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ બેંગ્લોરમાં રમાશે. આ બીજી ટેસ્ટ મેચ પિંક બોલ ટેસ્ટ રહેશે.

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને લાગ્યો ઝટકો, મુખ્ય ખેલાડી IPLમાંથી થયો બહાર

આ પણ વાંચો : PAKvAUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સીરિઝ હવે બેનૌડ-કાદિર ટ્રોફીથી ઓળખાશે, આ બે દિગ્ગજોનું નામ આપવામાં આવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">