Rohit Sharma: કેપ્ટનશિપના ચક્કરમાં બેટિંગમાંથી ધ્યાન ગુમાવે નહીં રોહિત શર્માઃ સબા કરીમ

|

Feb 28, 2022 | 10:49 PM

સુકાની રોહિત શર્મા બેટિંગની દ્રષ્ટિએ શ્રીલંકા સામે કોઇ મોટી સિદ્ધી નથી મેળવી. એવામાં પૂર્વ ક્રિકેટર સબા કરીમે તેની બેટિંગને લઇને પ્રશ્નો ઉભા કર્યા.

Rohit Sharma: કેપ્ટનશિપના ચક્કરમાં બેટિંગમાંથી ધ્યાન ગુમાવે નહીં રોહિત શર્માઃ સબા કરીમ
Rohit Sharma (File Photo)

Follow us on

સુકાની રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના સુપડા સાફ કરી દીધા. ત્રણ મેચની ટી20 સીરિઝમાં ટીમ ઇન્ડિયા (Team India) એ ક્લીન સ્વીપ કર્યું. સુકાની રોહિત શર્માએ આ જીત સાથે રેકોર્ડ બનાવ્યો. પણ પૂર્વ સિલેક્ટર સબા કરીમ (Saba Karim) એ હવે તેના ફોર્મને લઇને એક મહત્વનું નિવેદન આપ્યું છે. સબા કરીમે કહ્યું છે કે સુકાનીના દબાવમાં બેટિંગ પરથી ધ્યાન ન ગુમાવી બેસે. તમને જણાવી દઇએ કે શ્રીલંકા સામે ટી20 સીરિઝ પુરી થયા બાદ હવે ભારત બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. જેમાં પહેલી મેચ મોહાલીમાં રમાશે જ્યારે બીજી મેચ બેંગ્લોરમાં રમાશે.

એક પોડકાસ્ટમાં રોહિત શર્માને લઇને સબા કરીમે કહ્યું કે, રોહિત શર્મા પોતાની બેટિંગના કારણે પ્લેઇંગ 11 માં છે. સુકાની તેના માટે એક વધારાની જવાબદારી છે. એવામાં રોહિત શર્માએ પોતાન બેટિંગમાંથી ધ્યાન ગુમાવવું ન જોઇએ. ઘણી વાર જોવામાં આવ્યું છે કે સુકાનીના દબાવમાં ખેલાડી પોતાની પ્રાથમિક સ્કિલ ભુલી જાય છે. ખરેખર તેવું થવું ન જોઇએ.

પૂર્વ વિકેટકીપર સબા કરીમે કહ્યું કે રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે આ શરૂઆતનો સમય છે. તેને એ વાતનો અહેસાસ હશે કે તેના રન ટીમ માટે કેટલા જરૂરી છે. રોહિત શર્માનું પ્રદર્શન વર્લ્ડ કપમાં ઘણું મહત્વનું રહેશે. ત્યા મેદાન ઘણા લાંબા હશે અને હરીફ ટીમ પાસે બેસ્ટ બોલરો હશે. એવામાં સુકાની રોહિત શર્મા એ આ મુદ્રા પર ખાસ કામ કરવાની જરૂર છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

અંતિમ બે મેચમાં રોહિત શર્મા નિષ્ફળ રહ્યો

તમને જણાવી દઇએ કે રોહિત શર્મા શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની ટી20 સીરિઝમાં કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. રોહિત શર્માએ પહેલી મેચમાં 44 રન બનાવ્યા અને બાકી બંને મેચમાં 1 રન અને 5 રનનો સ્કોર કર્યો હતો. જોકે રોહિત શર્માએ આ સીરિઝમાં પોતાના નામે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની આગેવાનીમાં સતત ત્રણ ટી20 સીરિઝ ક્લીન સ્વીપ સાથે જીતી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતે શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને માત આપી હતી.

આ પણ વાંચો : રશિયા પર વધુ એક એક્શન, ફૂટબોલ વર્લ્ડ કપમાં ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ કરી શકશે નહીં

આ પણ વાંચો : ટી20 વર્લ્ડ કપ માટે શ્રેયસ અય્યરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે ? જાણો, આ પ્રશ્નના જવાબમાં તેણે શું કહ્યું

Next Article