રશિયા પર વધુ એક એક્શન, ફૂટબોલ વર્લ્ડ કપમાં ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ કરી શકશે નહીં

રશિયા પર વધુ એક એક્શન, ફૂટબોલ વર્લ્ડ કપમાં ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ કરી શકશે નહીં
Russian Football (File Photo)

રશિયાએ યુક્રેન પર હુમલો કરતા તેના પર ઘણા દેશોએ પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે. આ પ્રતિબંધ રમત જગત દ્વારા પણ લગાવવામાં આવ્યો છે. રશિયા પર ફૂટબોલ વર્લ્ડ કપમાં ભાગ લેવા પર સંકટના વાદળો છવાયા છે.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Feb 28, 2022 | 8:20 PM

રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ જંગની અસર રમત જગતમાં પણ જોવા મળી રહી છે. ઘણા દેશોની ટીમોએ રશિયા સામે કે રશિયામાં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પણ હવે ફુટબોલ વર્લ્ડ કપને લઇને રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. FIFA તરફથી રશિયા પર વર્લ્ડ કપ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પણ ત્યારબાદ તેમાં થોડો બદલાવ કરવામાં આવ્યો હતો. ફીફા પ્રમાણે, રશિયાના ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભાગ તો લઇ શકશે પણ તે પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ કરી નહીં શકે. રશિયાની ટીમ જો વર્લ્ડ કપમાં ભાગ લેવા માંગે છે તો તે રશિયન ફૂટબોલ યુનિયન (RFU) ના નામથી ભાગ લઇ શકશે.

ફીફાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે સતત વિશ્વના અલગ-અલગ સંગઠનો સાથે વાત કરી રહી છે અને રશિયા પર મોટા પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યું છે. આ સાથે જો પરિસ્થિતિ આવનારા સમયમાં સુધરતી નથી તો રશિયાને વર્લ્ડ કપમાંથી પણ બહાર થવું પડી શકે છે.

મહત્વનું છે કે રશિયા દ્વારા યુક્રેનમાં હુમલો કરવામાં આવ્યો છે અને આ ઘટનાને ત્રણ દિવસથી વધુનો સમય થઇ ગયો છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ઘણા લોકોનું મોત નિપજ્યું છે. હજારો લોકો દેશ છોડવા માટે મજબુર બન્યા છે. રશિયા પર પહેલા પણ ઘણા એક્શનો લેવામાં આવ્યા છે.

UEFA દ્વારા રશિયાના સેન્ટ પીટર્સબર્ગથી ચેમ્પિયન્સ લીગ 2022 ની ફાઇનલ છીનવાઇ ગઇ છે. હવે આ ફાઇનલ ફ્રાન્સમાં રમાશે. જોકે હજુ સુધી એક પણ દેશ ફીફાના આ નિર્ણયથી ખુશ નથી. કારણ કે બધા દેશોએ રશિયા પર સંપુર્ણ રીતે પ્રતિબંધ કરવાની માગ કરી છે. પોલેન્ડ તરફથી માંગણી કરવામાં આવી છે કે રશિયાને વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પણ ભાગ લેવા દેવામાં ન આવે.

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સોની રામાધીનનું 92 વર્ષની વયે નિધન

આ પણ વાંચો : પંજાબ કિંગ્સ ટીમે જાહેર કર્યો પોતાનો નવો સુકાની, ભારતના આ બેટ્સમેનને મળી જવાબદારી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati