SA vs BAN : દ. આફ્રિકા સામેની ત્રીજી વન-ડે પહેલા બાંગ્લાદેશ ટીમને પડ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડીએ ટીમનો સાથ છોડ્યો

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ વન-ડે મેચની સીરિઝ હાલ 1-1 થી સરભર છે. ત્રીજી અને નિર્ણાયક મેચ 23 માર્ચથી શરૂ થઇ રહી છે.

SA vs BAN : દ. આફ્રિકા સામેની ત્રીજી વન-ડે પહેલા બાંગ્લાદેશ ટીમને પડ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડીએ ટીમનો સાથ છોડ્યો
Bangladesh Cricket (PC: ICC)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:57 PM

બાંગ્લાદેશની ટીમ (Bangladesh Cricket) ને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) હવે પોતાના ઘરે પરત ફરશે. પ્રવાસ અધવચ્ચે જ છોડવા પાછળ એક મોટું કારણ સામે આવ્યું છે. શાકિબના પરિવારના સભ્યોને વિવિધ બિમારીઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેને પરત જવાની પરવાનગી આપી દીધી છે. તે સોમવારે પોતાના દેશ પરત ફરશે.

ESPNCricinfo ના સમાચાર પ્રમાણે બાંગ્લાદેશ ક્રિકે બોર્ડ (BCB) ની ક્રિકેટ સંચાલન કમિટીના અધ્યક્ષ જલાલ યુનિસે આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે, “શાકિબને માનવતાના આધાર પર બાંગ્લાદેશના દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી રજા આપવામાં આવી છે.” બાંગ્લાદેશની ટીમ 23 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વનડે રમવા મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી રમાયેલી બે મેચમાં બંને ટીમોએ એક-એક જીત મેળવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શાકિબ અલ હસન આ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં જવા માટે સંમત થયો હતો અને ત્યાર બાદ ટીમના અન્ય સભ્યો સાઉથ આફ્રિકા પહોંચ્યા બાદ તે આફ્રિકા પહોંચ્યો હતો. તમને જણાવી દઇએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના વડા નજમુલ હસન સાથે મુલાકાત કર્યા બાદ તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રમવા રમવા જવા માટે સહમત થયો હતો. આ પહેલા તેણે ક્રિકેટમાંથી થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી હતી.

શાકિબ અલ સહનને આ વખતે IPL 2022 માટે કોઈ ટીમે ખરીદ્યો નથી. તેને આશા હતી કે તેને આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે. પરંતુ તેમ થયું નહીં. જો તેની પાસે આઈપીએલનો કોન્ટ્રાક્ટ હોત તો તે કદાચ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમવા ગયો ન હોત. અત્યારે તેના પરિવારને તેની જરૂર છે અને શાકિબ દક્ષિણ આફ્રિકા છોડીને બાંગ્લાદેશ પરત ફરી રહ્યો છે.

જોકે, તેના જવાથી ટીમને મોટો ફટકો પડ્યો છે. શાકિબ અલ હસન વગર ટેસ્ટ ક્રિકેટમાં રમવું બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે સહેલું નહીં હોય. ન્યુઝીલેન્ડ પ્રવાસ પર શાકિબ વગર રમીને ટીમે ટેસ્ટમાં વિજય નોંધાવ્યો હતો. પરંતુ દરેક વખતે આવું થવું આસાન નહીં હોય.

આ પણ વાંચો : SA vs BAN: ક્વિન્ટન ડી કોકે માત્ર 26 બોલમાં અડધી સદી ફટકારી, દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં બરાબરી કરી

આ પણ વાંચો : IPL 2022: જ્યારે રોહિત શર્માએ ‘પુષ્પા’ સ્ટાઇલથી કરી એન્ટ્રી, જુઓ Video

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">