IPL 2022: જ્યારે રોહિત શર્માએ ‘પુષ્પા’ સ્ટાઇલથી કરી એન્ટ્રી, જુઓ Video

મુંબઈના જીયો વર્લ્ડ ગાર્ડનમાં 13 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલ MI અરેના (MI Arena) તૈયાર કર્યો છે. તેમાં ફૂટબોલ ગ્રાઉન્ડથી લઇને કાફે સુધીની તમામ સુવિધાઓ રહેલી છે.

IPL 2022: જ્યારે રોહિત શર્માએ 'પુષ્પા' સ્ટાઇલથી કરી એન્ટ્રી, જુઓ Video
Rohit Sharma (PC: MI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:15 PM

IPL 2022 થી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તમામ ફ્રેન્ચાઇઝીઓને બાયો-બબલના નિયમનું સખત પાલન કરવા માટે આદેશ આપી દીધો છે. પ્રોટોકોલ જાળવી રાખવા માટે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) એ સારા પગલા ઉઠાવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ મુંબઈના જીયો વર્લ્ડ ગાર્ડનમાં 13 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલ MI અરેના (MI Arena) તૈયાર કર્યો છે. તેમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, ઇન્ડોર ગેમથી લઇને કાફે સુધીની તમામ સુવિધાઓ છે. આ અરેનામાં ટીમના સભ્ય સહિત પરિવારના લોકો સિવાય કોઇને પણ પ્રવેશવા પર પ્રતિબંધ છે.

રોહિત શર્માનો પુષ્પા અવતાર

મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘MI Arena’નો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ‘પુષ્પા સ્ટાઈલ’ માં ચાલતો જોવા મળ્યો હતો. આ સાથે તે અન્ય ખેલાડીઓ સાથે બાળકોના વિભાગમાં પણ ફાયરિંગની રમત રમતો જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પણ હાથમાં બંદૂક લઇને બાળકો સાથે રમતો જોવા મળ્યો હતો. ટીમના બાકીના ખેલાડીઓ પણ એમઆઈ એરેના (MI Arena) માં ફાયરિંગ અને પોલો રમતા જોઈ શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?

ખેલાડીઓને એક-બીજાથી જોડવાની એક શાનદાર તક

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના એક અધિકારીએ જણાવ્યું – MI એરેના (MI Arena) નું નિર્માણ ખેલાડીઓને સિઝન દરમિયાન એકબીજાને વધુ સારી રીતે કનેક્ટ કરવા અને એકબીજાને જાણવાની મંજૂરી આપવા માટે કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં લોકોએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. પરંતુ અમે એક પરિવાર છીએ અને દરેકને સુરક્ષિત અને ખુશ રાખવાની જવાબદારી MI ની છે.

ફૂટબોલ મેદાનથી લઇને કાફે સુધીની સુવિધા

એમઆઈ એરેના (MI Arena) માં ફૂટબોલ ગ્રાઉન્ડ, બોક્સ ક્રિકેટ, પિકલ બોલ કોર્ટ, ફૂટ વોલીબોલ, એમઆઈ બેટલ ગ્રાઉન્ડ, કિડ્સ ઝોન અને એમઆઈ કાફે છે. આ ઉપરાંત, ટીમ હોટેલમાં રોકાશે, જેમાં અત્યાધુનિક જિમ, મસાજ ખુરશીઓ સાથેનો લાઉન્જ રૂમ, ગેમિંગ કન્સોલ, આર્કેડ ગેમ, ઇન્ડોર બાસ્કેટબોલ શૂટર, મ્યુઝિક બેન્ડ માટે અલગ સ્ટેજ, ટેબલ ટેનિસ, કાફે, પૂલ ટેબલ, ચિલ્ડ્રન પ્લે એરિયા છે.

27 માર્ચે દિલ્હી સામે પહેલી મેચ

IPL માં રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે IPL 2022 માં તેની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમશે. ટીમમાં રોહિત શર્મા ઉપરાંત જસપ્રિત બુમરાહ, કિરોન પોલાર્ડ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ખેલાડીઓ છે.

આ પણ વાંચો : જાણો IPL 2022 પહેલા સૌથી સફળ ટીમ કઈ? છેલ્લી 14 સિઝનમાં માત્ર 6 ટીમોએ ટાઈટલ જીત્યું, 2નો દબદબો રહ્યો

આ પણ વાંચો : IPL 2022: મુંબઈએ 5 વખત ટાઈટલ જીત્યું, ચેન્નાઈ પણ પાછળ નથી, જાણો અત્યાર સુધી કઈ ટીમ કેટલી વખત વિજેતા થઈ

g clip-path="url(#clip0_868_265)">