SA vs BAN: દક્ષિણ આફ્રિકાની ધરતી પર વન ડે જીતી બાંગ્લાદેશે રચ્યો ઇતિહાસ, શાકિબ અલ હસને ભજવી મહત્વની ભૂમિકા
બાંગ્લાદેશે (Bangladesh) 3 ODI શ્રેણીની પ્રથમ મેચ 38 રને જીતી લીધી હતી અને 1-0 ની લીડ પણ મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી.
કોઈપણ કામ જ્યારે પહેલીવાર બની જાય છે ત્યારે તેની મજા વિશેષ બની જતી હોય છે. અને, હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ સિરીઝ રમવા પહોંચેલી બાંગ્લાદેશની ટીમ (Bangladesh Cricket Team) પણ આવી જ મજા માણી રહી છે. બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકા (South Africa Cricket Team) માં ઈતિહાસ રચ્યો છે. તેણે આ જ ધરતી પર પહેલીવાર વનડે મેચમાં યજમાન ટીમને હરાવીને કમાલ કર્યો છે. બાંગ્લાદેશે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ 38 રને જીતી લીધી હતી અને 1-0 ની લીડ પણ મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશની જીતની સ્ક્રિપ્ટ લખવામાં શાકિબ અલ હસન (Shakib Al Hasan) અને તસ્કીન અહેમદે મોટી ભૂમિકા ભજવી હતી. જ્યારે શાકિબે તેના બેટથી વિસ્ફોટક ઇનિંગ રમી ત્યારે તસ્કીને બોલથી ધમાલ મચાવી હતી.
દક્ષિણ આફ્રિકાની ધરતી પર બાંગ્લાદેશની આ 20મી મેચ હતી. આ પહેલા તેને 19 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ વખતે તેણે તે હારનો સિલસિલો તોડીને નવો ઈતિહાસ રચ્યો છે.
બાંગ્લાદેશ – 314/7, શાકિબ – 77 રન, 64 બોલ
મેચમાં ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ માટે મોકલ્યું હતું. પરંતુ, તેની બાજી ઉલટી પડી હતી. બાંગ્લાદેશના ઓપનર તમીમ ઈકબાલ અને લિટન દાસે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ શરૂઆતી વિકેટ માટે 95 રન જોડ્યા હતા. જોકે, આ વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાને આગામી 29 રનમાં વધુ બે સફળતાઓ મળી હતી. પરંતુ, તે પછી ચોથી વિકેટ માટે સદીની ભાગીદારીએ બાંગ્લાદેશના મોટા સ્કોર માટે સ્ક્રિપ્ટ લખી હતી.
બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 314 રન બનાવ્યા હતા જેમાં શાકિબ અલ હસને 64 બોલમાં 77 રન બનાવ્યા હતા. તેણે યાસિર અલી સાથે સદીની ભાગીદારી કરી, જેણે 44 બોલમાં 50 રન બનાવ્યા.
Shakib Al Hasan has raced to a fifty and Yasir Ali is following suit.
Bangladesh are 223/3 after 40 overs.#SAvBAN | https://t.co/qaEZ5AI9ae pic.twitter.com/GH6Yvt9an6
— ICC (@ICC) March 18, 2022
બાંગ્લાદેશે આ મેચ 38 રને જીતી લીધી હતી
બાંગ્લાદેશ તરફથી મળેલા 315 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 276 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. રાસી વાન ડેર ડુસે અને ડેવિડ મિલર સિવાય, તેની તરફથી કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રાસીએ 86 રન જ્યારે મિલરે 79 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 10 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી હતી જ્યારે મેહદી હસને 9 ઓવરમાં 61 રન આપીને 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શાકિબને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
That winning feeling 🙌
Bangladesh’s 38-run win in Centurion was their first ODI victory on South African soil.#SAvBAN | https://t.co/LBaOXJFA9B pic.twitter.com/WMcO4XGgfn
— ICC (@ICC) March 18, 2022