6,6,6,6,6,6,6…ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 છગ્ગા કેવી રીતે ફટકાર્યા? જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Nov 28, 2022 | 3:43 PM

ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare)માં યુપીના સ્પિનર ​​શિવા સિંહ સામે સતત 7 સિક્સર ફટકારી હતી. અણનમ 220 રન પણ ફટકાર્યા હતા

6,6,6,6,6,6,6…ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 છગ્ગા કેવી રીતે ફટકાર્યા? જુઓ Video
ગાયકવાડ બન્યો સિક્સર કિંગ

ક્રિકેટમાં હંમેશા અવનવા રેકોર્ડ બનતા હોય છે, જેને જોઈ લોકો દંગ રહી જાય છે, પરંતુ સોમવારના રોજ વિજય હજારે ટ્રોફીમાં ભારતી બેટ્સેમન ઋતુરાજ ગાયકવાડે આવું જ કાંઈક કર્યું છે. જેને વિશે ક્યારે વિચાર્યું પણ ન હોય, બેટિંગ માટે જાણીતા ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુપી વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. ગાયકવાડે પોતાની આ કમાલની ઈનિગ્સમાં એક જ ઓવરમાં 7 સિક્સ ફટકારી રેકોર્ડ કર્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ઈનિગ્સમાં 49મી ઓવરમાં સતત 7 સિક્સ ફટકારી આ રેકોર્ડ કર્યો છે. ગાયકવાડ દુનિયાનો પ્રથમ બેટસમેન છે, જેમણે એક જ ઓવરમાં સતત 7 સિક્સ ફટકારી છે. ગાયકવાડે આ કારનામું યૂપીના ડાબા હાથના સ્પિનર ​​શિવા સિંહના બોલ પર કારનામું કર્યું હતુ.

ગાયકવાડ બન્યો સિક્સર કિંગ

ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સ કેવી રીતે ફટકારી તે એક મોટો સવાલ છે. ચાલો તમને જણાવીએ કે આ કારનામું બેટસમેને કેવી રીતે કર્યું

  • પ્રથમ સિક્સ-ગાયકવાડે શિવા સિંહના પ્રથમ બોલ પર લોન્ગ ઓન ઉપરથી સિક્સ ફટકારી. યોર્કર બોલ ફેકવાની કોશિશ કરી, પરંતુ ઋતુરાજે બોલને શાનદાર રમ્યો હતો.
  • બીજી સિક્સ – ગાયકવાડે બીજી સિક્સ બોલરના માથા ઉપરથી ફટકારી હતી.
  • ત્રીજી સિક્સ – ત્રીજા બોલ પર શિવા સિંહે બોલ ફેક્યો અને ગાયકવાડે મિડવિકેટ ઉપરથી માર્યો
  • ચોથી સિક્સ – ગાયકવાડે ચોથી સિક્સ લોન્ગ ઓફ ઉપરથી ફટકાર્યો હતો. આ વખતે પણ બોલ ફુલ લેન્થ પર હતો, જે ઓફ સ્ટંપની બહાર હતો. ગાયકવાડે પરફેક્ટ ટાઈમિંગ સાથે બાઉન્ડ્રી બહાર બોલ ફટકાર્યો
  • પાંચમી સિક્સ- ગાયકવાડે પાંચમી સિક્સ લોન્ગ ઓફ ઉપરથી ફટકાર્યો
  • છઠ્ઠી સિક્સ- ગાયકવાડે ફ્રી હિટ પર પણ સિક્સ ફટકારી હતી. આ વખતે તેમણે મિડવિકેટ ઉપરથી બોલ 6 રન તરફ મોકલ્યો હતો. ગાયકવાડે 5 બોલમાં 6 સિક્સ ફટકાર્યાની સાથે તેમણે બેવડી સદી પણ ફટકારી હતી.
  • સાતમી સિક્સ- ગાયકવાડે 7મી સિક્સ પણ મિડવિકેટ ઉપરથી ફટકાર્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે 16 છગ્ગા ફટકાર્યા હતા

ઋતુરાજ ગાયકવાડે પોતાની ઈનિંગમાં 16 સિક્સર ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ગાયકવાડે 109 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પછી તેણે આગામી 50 બોલમાં 120 રન બનાવ્યા.ગાયકવાડ એક ઓવરમાં સૌથી વધુ 43 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ઉપરાંત, ગાયકવાડે લિસ્ટ Aમાં 58.71ની એવરેજથી 3758 રન બનાવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati