AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ઋતુરાજ ગાયકવાડે વરસાદ દરમિયાન ગ્રાઉન્ડમેન સાથે એવુ વર્તન કર્યુ કે સોશિયલ મીડિયા પર ફેન્સ રોષ ઠાલવવા લાગ્યા-Video

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાઈ રહેલી પાંચમી T20 મેચમાં વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીએ એવું કામ કર્યું કે સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ રહી છે.

IND vs SA: ઋતુરાજ ગાયકવાડે વરસાદ દરમિયાન ગ્રાઉન્ડમેન સાથે એવુ વર્તન કર્યુ કે સોશિયલ મીડિયા પર ફેન્સ રોષ ઠાલવવા લાગ્યા-Video
Ruturaj Gaikwad બેંગ્લુરુમાં માત્ર 10 રન નોંધાવી શક્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:49 PM
Share

જ્યારે IPL-2022 ચાલી રહી હતી ત્યારે ટીવી પર એક ખાસ પ્રકારની જાહેરાત આવતી હતી. આ જાહેરાત ગ્રાઉન્ડ્સમેન માટે હતી જેઓ ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે સખત મહેનત કરે છે જેથી મેચ થઈ શકે. ઘણા ખેલાડીઓ પણ ઘણી વખત ગ્રાઉન્ડ્સમેનના વખાણ કરતા જોવા મળ્યા છે. પરંતુ એક તરફ આઈપીએલમાં તેની પ્રશંસા થઈ રહી હતી ત્યારે આઈપીએલ બાદ ભારતીય ખેલાડીનું ગ્રાઉન્ડ્સમેન સાથે આવું વર્તન સામે આવી રહ્યું છે જે ખૂબ જ ખરાબ છે. બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચની શ્રેણીની નિર્ણાયક મેચ રમાઈ રહી છે. આ મેચમાં જીત સીરીઝમાં જીત સમાન હશે. મેચ શરૂ થવાની હતી ત્યારે વરસાદ આવ્યો અને ખેલાડીઓને બહાર જવું પડ્યું. આ દરમિયાન ભારતના ઓપનર ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) એક એવું કામ કર્યું જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ઘણી ટીકા થઈ રહી છે.

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની ઓપનિંગ જોડી ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ મેદાન પર ઉતર્યા અને દક્ષિણ આફ્રિકા પણ. મેચ શરૂ થવાની હતી પરંતુ પછી વરસાદ આવ્યો અને ખેલાડીઓને ડગ-આઉટમાં પરત ફરવું પડ્યું.

સેલ્ફી લેવાની ના પાડી

આવી સ્થિતિમાં, જ્યારે ઋતુરાજ ડગઆઉટમાં બેઠો હતો, ત્યારે એક ગ્રાઉન્ડ્સમેન તેની પાસે આવ્યો અને સેલ્ફી લેવા લાગ્યો, પરંતુ આ યુવા ભારતીય બેટ્સમેને આ વ્યક્તિ સાથે વર્તન કર્યું જે ખૂબ જ ખરાબ હતું. ગાયકવાડે તેમને તેમનાથી દૂર કર્યા અને પછી સેલ્ફી લેવાની ના પાડી. ગાયકવાડે પણ બાજુમાં બેઠેલા ખેલાડીની આડમાં માથું છુપાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર થુ-થુ થઈ રહ્યું છે

ગાયકવાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ ખરાબ વર્તન માટે તેમની ઘણી ટીકા થઈ રહી છે. એક યુઝરે આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું કે, શું આ રીત છે કોઈ વડીલ સાથે વર્તવું. ઋતુરાજ ગાયકવાડ આ બહુ ખરાબ છે. ગ્રાઉન્ડ્સમેન સાથેનું આ પ્રકારનું વર્તન જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તેના કરતાં પણ વધુ દુઃખની વાત એ છે કે આપણે આ બધું ટીવી પર જોઈ રહ્યા છીએ.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">