RR vs RCB, LIVE Streaming: બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતો જોઇ શકાશે, જાણો

વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં RCB દસ મેચમાંથી 12 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ રોયલ્સના દસ મેચમાંથી આઠ પોઇન્ટ છે.

RR vs RCB, LIVE Streaming: બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતો જોઇ શકાશે, જાણો
Royal Challengers Banglore
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 9:55 AM

IPL (IPL 2021) માં સંજુ સેમસન (Sanju Samson) અને વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ વચ્ચે આજે ટક્કર થવાની છે. એટલે કે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Banglore) વચ્ચે મહત્વની મેચ રમાવા જઈ રહી છે. સાતમા સ્થાન પરની રાજસ્થાન માટે આ મેચ ખૂબ મહત્વની છે.

આ મેચમાં તેના માટે કરો અથવા મરોની સ્થિતિ રહેશે. રાજસ્થાનની ટીમ 10 મેચમાં ચાર જીત સાથે સાતમા સ્થાને છે. તેઓ RCB નો સામનો કરી રહ્યા છે જેમાં તેઓએ 10 માંથી 6 મેચ જીતી છે અને ત્રીજા સ્થાને છે.

આઈપીએલની આ સિઝનની ફરી શરૂઆત પર આરસીબીની સારી શરૂઆત નહોતી, તેણે સતત બે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ, રાજસ્થાન પ્રથમ મેચ બે રનથી જીત્યા બાદ અગાઉની બંને મેચ હારી ગયું છે. સુકાની સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ સિવાય તેમના તમામ બેટ્સમેન ખરાબ ફોર્મમાં છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બોલરોમાં કાર્તિક ત્યાગી, ચેતન સાકરીયા અને મુસ્તફિઝુર રહેમાને સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે આરસીબીની ટીમની બોલિંગમાં હર્ષલ પટેલે છેલ્લી મેચમાં હેટ્રિક સહિત ત્રણ મેચમાં છ વિકેટ લીધી છે. યુઝવેન્દ્ર ચહલે પણ પાંચ વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમીસનને બે મેચમાં એક પણ વિકેટ મળી નથી

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની મેચ ક્યારે રમાશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) IPL 2021 ની 43 મી મેચ 29 સપ્ટેમ્બર, બુધવારે રમાશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ ક્યાં રમાશે?

દુબઇના દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) મેચ રમાશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

ટીમો

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, એવિન લેવિસ, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, ઓશેન થોમસ, મુસ્તફિઝુર રહેમાન, તબરેઝ શમ્સી, ગ્લેન ફિલિપ્સ, ચેતન સાકરિયા, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, આકાશ સિંહ, અનુજ રાવત, કેસી કરિયપ્પા યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ અને મહિપાલ લોમરોર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), નવદીપ સૈની, ગ્લેન મેક્સવેલ, ડેન ક્રિશ્ચિયન, રજત પાટીદાર, દશમંથા ચામીરા, પવન દેશપાંડે, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન બેબી, વાનીંદુ હસરંગા, જ્યોર્જ ગાર્ટન, યુઝવેન્દ્ર ચહલ, શાહબાજ અહેમદ, દેવદત્ત પડિકલ, કાયલ જેમીસન, સુયશ પ્રભુદેસાઈ, કેએસ ભરત, ટિમ ડેવિડ, આકાશ દીપ અને એબી ડી વિલિયર્સ.

આ પણ વાંચોઃ IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે

આ પણ વાંચોઃ IPL માં નવી 2 ટીમો ઉમેરવાને લઇને આ તારીખે BCCI કરશે એલાન, આગામી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો મેદાને ઉતરશે

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">