RCB vs LSG IPL Match Result: દિલધડક મેચમાં લખનૌએ બેંગ્લોર સામે 1 વિકેટે વિજય મેળવ્યો, પૂરનની 19 બોલમાં 62 રનની તોફાની ઈનીંગ
Royal Challengers Bangalore vs Lucknow Super Giants IPL Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 213 રનનુ લક્ષ્ય લખનૌ સામે રાખ્યુ હતુ. લખનૌની શરુઆત પિછો કરતા ખરાબ શરુઆત કરી હતી.

IPL 2023 ની 15 મી મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. આ દરમિયાન બેંગ્લોરના ઓપનરોએ તોફાની રમત નોંધાવીને લખનૌના દરેક બોલરની ધુલાઈ કરી હતી. બેંગ્લોરના ત્રણ બેટરોએ અડધી સદી નોંધાવી હતી. બેંગ્લોરે 2 વિકેટ ગુમાવીને 213 રનનો વિશાળ લક્ષ્ય નોંધાવ્યુ હતુ. જવાબમાં લખનૌએ સ્ટોઈનીસ અને નિકોલ્સ પૂરનની અડધી સદી નોંધાવી હતી. અંતિમ બોલ પર લખનૌએ 1 વિકેટથી બેંગ્લોર સામે જીત મેળવી હતી. પૂરનની તોફાની રમત મહત્વની બની રહી હતી.
જબરદસ્ત રોમાંચક રહેલી મેચમાં પૂરનની રમત ચમત્કારીક રહી હતી. તેણે શાનદાર બેટિંગ વડે લખનૌને હારેલી બાજીમાં જીત અપાવી હતી. આ સાથે જ પોઈન્ટ્સ ટેબલમાં પણ લખનૌની ટીમને મોટો ફાયદો થયો હતો અને નંબર 1 ના સ્થાન પર ટીમ પહોંચી હતી.
ખરાબ શરુઆત, અંતમાં વાપસી
લખનૌ સુપર જાયન્ટ્સની શરુઆત ખરાબ રહી હતી. શરુઆતમાં જ ઓપનર કાઈલ મેયર્સે શૂન્ય રને જ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં માર્કસ સ્ટોઈનીસ અને નિકોલ્સ પૂરનની અડધી સદીએ લખનૌને ફરીથી મેચમાં લાવી દીધુ હતુ.. એક સમયે બેંગ્લોરની છાવણીમાં ખુશીઓ વર્તાઈ રહી હતી. પરંતુ પૂરન અને સ્ટોઈનીસની રમતે બાજી પલટી દીધી હતી. બેંગ્લોર તરફ સરકેલી મેચને ફરીથી લખનૌના તરફી બનાવી હતી.
કાઈલ મેયર્સ 3 બોલની રમત રમીને શૂન્ય રને પરત ફર્યો હતો. જ્યારે સુકાની કેએલ રાહુલે 20 બોલનો સામનો કરીને 18 રન નોંધાવ્યા હતા. દીપક હૂડાએ 10 બોલનો સામનો કરીને 9 રન નોંધાવ્યા હતા. કૃણાલ પંડ્યા 2 બોલનો સામનો કરીને શૂન્ય રને પરત ફર્યો હતો.
સ્ટોઈનીસ અને પૂરનનુ તોફાન
એક સમયે લખનૌએ મેચ ગુમાવી દીધી હતી. બેંગ્લોરના કેમ્પમાં ઉત્સાહનો માહોલ હતો. પરંતુ સ્ટોઈનીસે મેચને રોમાંચક મોડમાં લાવી દીધી હતી. આ રોમાંચમાં વધારો નિકોલ્સ પૂરને કરાવ્યો હતો. બંને બેટરોએ આતશી ફટકા લગાવીને તોફાની રમત રમી બેંગ્લોરને તેના હોમગ્રાઉન્ડમાં શાંત કરી દીધુ હતુ.. સ્ટોઈનીસે 30 બોલમાં 65 રન નોંધાવ્યા હતા. તેણે 5 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.
પૂરને પણ આતશી ઈનીંગ રમી હતી. તેણે 15 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. ચોગ્ગા અને છગ્ગા વાળી કરીને તેણે બેંગ્લોરના બોલરોની ખબર લઈ લીધી હતી. માત્ર 19 બોલની રમત રમીને તે 62 રન નોંધાવી પરત ફર્યો હતો. ગજબ વાવાઝોડા સમાન ઈનીંગ રમીને તેણે લખનૌને મજબૂત સ્થિતીમાં લાવી દીધુ હતુ. જોકે અંતમાં આયુષ બડોની 24 બોલમાં 30 રન નોંધાવીને હિટ વિકેટ થઈને પરત ફર્યો હતો. આ સાથે જ ફરી મેચ જબરદસ્ત રોમાંચક બની હતી.
આ પણ વાંચોઃ Video-મોટા શહેરોની ભીડમાં સ્પોર્ટ્સ માટે ગજબ ‘આઈડીયા’, ઉપર વાહનોની દોડાદોડ નિચે ક્રિકેટ, બેડમિન્ટન સહિતની રમત
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…