Video-મોટા શહેરોની ભીડમાં સ્પોર્ટ્સ માટે ગજબ ‘આઈડીયા’, ઉપર વાહનોની દોડાદોડ નિચે ક્રિકેટ, બેડમિન્ટન સહિતની રમત
મોટા શહેરોમાં બાળકોને રમવા માટે મેદાનની સમસ્યા સર્જાતી હોય છે. મેદાન માટે દૂર દૂર સુધી જવુ પડે અને રમત કરતા ટ્રાવેલનો સમય વધારે ખર્ચ થતો હોય છે. પરંતુ આ ગજબ ના આઈડીયાએ મોટા શહેરોની ભીડમાં જબરદસ્ત વ્યવસ્થા ઉભી કરી છે.
મોટા શહેરોમાં મોટેભાગે બાળકોને રમવા માટે મેદાનની સમસ્યા સર્જાતી હોય છે. ક્રિકેટ, બેડમિન્ટન અને બાસ્કેટ બોલ સહિતના આકર્ષક રમતો માટે ખૂબ સમસ્યા સર્જાતી હોય છે. બાળકો અને યુવાનોને આ માટે મેદાન જેવી ઓછી વત્તાપ્રમાણની જગ્યાની જરુર હોય છે, જ્યાં ક્રિકેટને શોટ રમી શકાય તો, બાસ્કેટમાં બોલ નાંખવાની દોડાદોડ કરી શકાય. પરંતુ આજના જમાનામાં એક એક ઈંચ જમીનની કિંમત છે, આવામાં મેદાન મળવુ ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે, જેમાં જોવા મળે છે કે મેદાન માટેનો કેવો જુગાર કર્યો છે.
વિડીયો મુજબ ભીડ ધરાવતા શહેરના ઓવર બ્રીજ પરથી વાહનોની દોડાદોડ થતી હોય છે અને નિચે બાળકો અને યુવાનો રમત રમી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમી રહ્યુ છે તો કોઈ બેડમિન્ટન રમી રહ્યુ છે. અહીં ઓવરબ્રીજની નિચે રહેલી જગ્યાનો જબરદસ્ત ઉપયોગ કરવામાં આવ્યો છે. જગ્યાને રમતને અનુકૂળ રીતે તૈયાર કરવામાં આવી છે અને જ્યાં યુવાઓ મનભરીને રમતને રમી શકે છે.
ઓવરબ્રીજ નિચે ઉભી કરાઈ સગવડ
શહેરોની ભીડ ભાડ વાળી જગ્યામાં હવે ખુલ્લા પ્લોટમાં ઘડી બે ઘડી ક્રિકેટ કે અન્ય રમત રમી લેવાનો આનંદ મજાનો હતો. પરંતુ સમય જતા એક બાદ એક પ્લોટ પર સિમેન્ટ કોંક્રિંટના જંગલનો વિસ્તાર વધતો જવા લાગ્યો અને રમતને માટે યુવાનો અને બાળકોએ દૂર દૂર સુધી જવુ પડે છે. આવી સ્થિતીમાં આ વિડીયોએ સરસ આઈડીયા આપ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ધનંજય ભોંસલે નામનો એક યુવકે શેર કર્યો છે. તેણે બતાવ્યુ છે કે, આ જગ્યા નવી મુંબઈમાં આવેલી છે. જ્યાં ઓવરબ્રીજના નિચે આ પ્રકારની સગવડ ઉભી કરવામાં આવી છે.
View this post on Instagram
ઓવર બ્રીજની નિચે ઉભી કરવામાં આવેલી સગવડને તેણે બતાવી છે અને સમજાવી છે કે કેવી રીતે આ આઈડીયા અહીં સફળ છે. બાસ્કેટ બોલ કોર્ટ અને બેડમિન્ટન કોર્ટ પણ અહીં તૈયાર કરવામાં આવ્યુ છે. ક્રિકેટનો બોલ બહાર ના જાય એ માટે ચારેય તરફ નેટ લગાવવામાં આવી છે. જેથી બોલ ક્યાં રસ્તા પર કે આસપાસમાં જતો નથી. વિડીયોમાં જોઈ શકાય છે કે, બાળકો અને યુવાનો મનભરીને રમત રમી રહ્યા છે. જોકે આ સગવડ કોણે અને કેવી રીતે ઉભી કરી છે એ કોઈ વિગતોને જાણી શકાઈ નથી.
ખૂબ વાયરલ થયો વિડીયો
વિડીયોને શેર કરતા તેણે લખ્યુ છે કે, આ શેર કરવાનુ કારણ એ છે કે, આ બ્રિલિયન્ટ આઈડીયા છે. હું માનુ છુ કે ગણી બધા બધા શહેરોમાં બ્રીજ નિચેની કેટલીક આવી જ જગ્યાને ઉપયોગમાં લઈ શકાય છે. આ એક રીતે યોગ્ય વપરાશ વિનાની જગ્યા ઉપયોગી નિવડી શકે છે.
ધનંજ્યનો આ વિડીયો ખૂબ જ વાયરલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. માત્ર તેના એક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10.90 લાખની આસપાસ લાઈક્સ મળી છે. તેણે આ વિડીયો ગત 27 માર્ચે શેર કર્યો છે અને ત્યારથી અત્યાર સુધીમાં ખૂબ વાયરલ થયો છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…