IPL 2023 : બેંગલુરુમાં ચાલ્યો ડુ પ્લેસિસ અને મેક્સવેલની બેટિંગનો જાદુ, RCBએ રાજસ્થાનને 189 રનનો ટાર્ગેટ આપ્યો
IPLની 32મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સનો પડકાર છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ફાફ ડુ પ્લેસિસે ઇનિંગની શરૂઆત કરતા 39 બોલમાં 62 રનનું યોગદાન આપ્યું હતું.
IPL 2023ની 32મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે તેના હોમ ગ્રાઉન્ડ પર થઈ રહ્યો છે. બેંગલુરુમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ નિર્ધારિત ઓવરોમાં નવ વિકેટના નુકસાને 189 રન બનાવી શકી હતી. ટીમ માટે મિડલ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ કરતી વખતે ગ્લેન મેક્સવેલે 44 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 77 રનની સર્વોચ્ચ અડધી સદીની ઇનિંગ રમી હતી. આ સિવાય ફાફ ડુ પ્લેસિસે ઇનિંગની શરૂઆત કરતા 39 બોલમાં 62 રનનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો : IPL 2023: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓના સામાન ચોરનારની થઈ ધરપકડ, રસ્તા વચ્ચે કેવી રીતે બની ઘટના, પોલીસે કર્યો ખુલાસો
પ્રથમ બેટિંગ કરતા RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન વિરાટ કોહલી પહેલા બોલમાં જ આઉટ થઈ ગયો છે. ટ્રેન્ટ બોલ્ટની વિકેટો સામે કોહલી ફસાઈ ગયો. વિરાટના આઉટ થતાં RCBના ચાહકો ચિંતામાં મુકાયા હતા. રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને શાહબાઝ અહેમદના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો છે. અહેમદ ટીમ માટે ત્રીજા નંબરે બેટિંગ કરતા ચાર બોલમાં બે રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો બીજો શિકાર બન્યો હતો.
ફાફ ડુ પ્લેસિસના રૂપમાં ત્રીજો મોટો ઝટકો
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને ફાફ ડુ પ્લેસિસના રૂપમાં ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. ઈનિંગ્સની શરૂઆત કરતા ડુ પ્લેસિસે 39 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા અને યશસ્વી જયસ્વાલના થ્રો પર રનઆઉટ થયો હતો. ટીમનો સ્કોર 13.2 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 139 રન છે.RCB ટીમની ચોથી વિકેટ 156 રનના સ્કોર પર પડી હતી. ગ્લેન મેક્સવેલ 44 બોલમાં 77 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિને તેના સ્પેલના છેલ્લા બોલે તેને જેસન હોલ્ડરના હાથે કેચ કરાવ્યો હતો. મેક્સવેલે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
RCBની પાંચમી વિકેટ 163 રનના સ્કોર પર પડી હતી. મહિપાલ લોમરોર છ બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને દેવદત્ત પડિકલના હાથે કેચ કરાવ્યો હતો.આરસીબી ટીમને પાંચમો ઝટકો મહિપાલ લોમરરના રૂપમાં લાગ્યો છે. ટીમ માટે પાંચમા નંબર પર બેટિંગ કરી રહેલો લોમરર છ બોલમાં ચોગ્ગાની મદદથી આઠ રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો.RCBની સાતમી વિકેટ 180 રનના સ્કોર પર પડી હતી. વનિન્દુ હસરંગા સાત બોલમાં છ રન બનાવીને રનઆઉટ થયો હતો.રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને દિનેશ કાર્તિકના રૂપમાં આઠમો ઝટકો લાગ્યો છે. કાર્તિક 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને સંદીપ શર્માનો શિકાર બન્યો છે.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને વિજયકુમારના રૂપમાં નવમો ઝટકો લાગ્યો છે. વિજય ખાતું ખોલાવ્યા વિના જ પ્રથમ બોલ પર સંદીપ શર્માનો શિકાર બન્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાવો