AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 1st T20I: રોહિત શર્માએ 9 વર્ષ પહેલા કરેલો મેસેજ હવે વાયરલ થવા લાગ્યો, આજથી ફુલ ટાઇમ કેપ્ટન તરીકે શરુ કરી રહ્યો છે કરિયર

રોહિત શર્મા (Rohit Sharma) ને તાજેતરમાં જ ભારતની T20 ટીમનો નિયમિત કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ તે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની ગેરહાજરીમાં આ ભૂમિકા ભજવી રહ્યો હતો.

IND vs NZ 1st T20I: રોહિત શર્માએ 9 વર્ષ પહેલા કરેલો મેસેજ હવે વાયરલ થવા લાગ્યો, આજથી ફુલ ટાઇમ કેપ્ટન તરીકે શરુ કરી રહ્યો છે કરિયર
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:33 AM
Share

ટીમ ઈન્ડિયા (Team India) ના મજબૂત બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) માટે દેશના દરેક શહેર ખાસ હશે અને દરેક શહેરના ક્રિકેટ ચાહકો રોહિત શર્માને ખૂબ પસંદ કરશે. પરંતુ કેપ્ટનશિપની વાત આવે તો કદાચ રોહિત શર્માનો જયપુર (Jaipur) સાથે ખાસ સંબંધ છે. ટીમ ઈન્ડિયાના નવા T20 ઈન્ટરનેશનલ કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા રોહિત શર્માનો કાર્યકાળ 17 ઓગસ્ટ બુધવારથી શરૂ થશે. જો કે રોહિતે ભૂતકાળમાં ઘણી વખત ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે તે ટીમનો ફુલ ટાઈમ કેપ્ટન બન્યો છે.

રોહિતના યુગની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી સાથે થઈ રહી છે, જે બુધવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ જવાબદારી નિભાવશે. હવે આ ખૂબ જ ખાસ સંયોગ છે કે 9 વર્ષ પહેલા રોહિતે જયપુરથી જ અન્ય ટીમ માટે કેપ્ટનશિપ શરૂ કરી હતી.

રોહિત શર્મા હવે T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો નવો નિયમિત કેપ્ટન છે. તે અગાઉ વિરાટ કોહલીની ગેરહાજરીમાં અલગ-અલગ પ્રસંગોએ ટીમનું સુકાન સંભાળી ચુક્યો છે, પરંતુ હવે ટુંકા ફોર્મેટમાં ટીમની કમાન સંપૂર્ણપણે તેના હાથમાં છે અને તેની પહેલી નજારો જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં દર્શાવશે. હવે મજાની વાત એ છે કે રોહિતે 9 વર્ષ પહેલા પણ પહેલીવાર જયપુરમાં કેપ્ટનશિપની શરૂઆત કરી હતી અને હવે ફરી એકવાર તે એ જ શહેરમાં પાછો ફર્યો છે.

રણજીમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો હતો

વાત 2012ની છે, જ્યારે રોહિત ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન સંપૂર્ણ રીતે નિશ્ચિત કરી શક્યો ન હતો અને આવી સ્થિતિમાં તે ઘરેલુ ક્રિકેટમાં પોતાના બેટની ધારને મજબૂત કરી રહ્યો હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે રોહિત શર્માએ મુંબઈની કપ્તાની સંભાળી હતી. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈની ટીમે જયપુરમાં રણજી ટ્રોફી માટે પહેલી વાર પગ રાખ્યો હતો. હવે 9 વર્ષ બાદ ફરી એકવાર રોહિત શર્મા જયપુર પરત ફરી રહ્યો છે અને ફરી એક વખત તે આ શહેરમાંથી પોતાની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. આ સાથે રોહિત શર્માનું 9 વર્ષ પહેલાનું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે મુંબઈ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપની જવાબદારી મળવાની ખુશી વ્યક્ત કરી હતી.

રોહિતે અત્યાર સુધીમાં અલગ-અલગ પ્રસંગોએ 19 T20 મેચોમાં ભારતીય ટીની કેપ્ટનશીપ કરી છે. તે હવે ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને ફરી એકવાર જયપુરનું મેદાન આ ‘પ્રથમ’ તકનું સાક્ષી બની રહ્યું છે.

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્માએ અતિશય ક્રિકેટને લઇને કહ્યુ, ખેલાડી મશીન નથી, દરરોજ મેદાનમાં ના આવી શકે

આ પણ વાંચોઃ Cricket: અઝીમ રફીકનો ખુલાસો, કાળા અને બ્રાઉન ખેલાડીઓને ‘કેવિન’ કહેતા ઇંગ્લેન્ડના બે દિગ્ગજ ક્રિકેટર, કુતરાના નામ પણ એ જ રાખ્યા હતા

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">