IND VS WI: યુઝવેન્દ્ર ચહલને ફિલ્ડીંગમાં જોઇ અચાનક ભડક્યો કેપ્ટન રોહિત શર્મા, કહ્યુ ‘ચલ ભાગ ત્યાં ‘, જુઓ Video

યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) બીજી ODIમાં સારી બોલિંગ કરી હતી, 10 ઓવરમાં તેણે 45 રન આપીને 1 વિકેટ લીધી.

IND VS WI: યુઝવેન્દ્ર ચહલને ફિલ્ડીંગમાં જોઇ અચાનક ભડક્યો કેપ્ટન રોહિત શર્મા, કહ્યુ 'ચલ ભાગ ત્યાં ', જુઓ Video
Yuzvendra Chahal ને Rohit Sharma ફિલ્ડીંગમાં ખોટા સ્થાને જોઇ ભડક્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 9:26 AM

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં રમાઈ રહેલી ODI સિરીઝ જીતી લીધી છે. બુધવારે રમાયેલી બીજી ODI (India vs West Indies, 2nd ODI) માં ટીમ ઈન્ડિયાએ 44 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં માત્ર 237 રન જ બનાવી શકી હતી જેના જવાબમાં વિન્ડીઝ 46 ઓવરમાં માત્ર 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની જીતનો હીરો પ્રસિદ્ધ કૃષ્ણા હતો, જેણે 9 ઓવરમાં માત્ર 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સૂર્યકુમાર યાદવે પણ ટીમ ઈન્ડિયાને 64 રનની ઈનિંગથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, આ મેચ દરમિયાન એક ખૂબ જ રસપ્રદ ઘટના જોવા મળી હતી. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) છેલ્લી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) થી થોડો નારાજ દેખાઈ રહ્યો હતો. રોહિત અને ચહલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 45મી ઓવરમાં બની જ્યારે રોહિત શર્મા ફિલ્ડિંગ ગોઠવી રહ્યો હતો. 45 મી ઓવરની શરૂઆત પહેલા જ્યારે રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને ખોટી પોઝિશન પર ફિલ્ડિંગ કરતા જોયો તો તે અચાનક ગુસ્સે થઈ ગયો. રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને કહ્યું- ‘ક્યા હુઆ તુઝે, ભાગ ક્યો નહી રહા ઠીક શે? ચલ ઉધર ભાગ’.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને નિશાન બનાવ્યો ન હતો, પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ઓડિન સ્મિથને આઉટ કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યો હતો. ઓડિન સ્મિથની હિટીંગ થી ટીમ ઈન્ડિયા થોડી પરેશાન થઈ ગઈ હતી.

વિન્ડીઝના બેટ્સમેનો રોહિત શર્માની જાળમાં ફસાઈ ગયા

45મી ઓવરમાં રોહિત શર્માએ વોશિંગ્ટન સુંદરને બોલીંગ આક્રમણ પર મૂક્યો અને તે જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને ઓડિન સ્મિથની વિકેટ મળી. રોહિત શર્માએ આ મેચમાં નિકોલસ પૂરન, જેસન હોલ્ડરને પણ આઉટ કરવાની રણનીતિ બનાવી હતી. જે સચોટ સાબિત થઈ હતી. આ મેચમાં રોહિત શર્માની શાનદાર કેપ્ટનશિપ જોવા મળી હતી.

યુઝવેન્દ્ર ચહલે પણ સારી બોલિંગ કરી, તેણે 10 ઓવરમાં 45 રન આપીને એક વિકેટ લીધી. જણાવી દઈએ કે અંતિમ મેચમાં યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ લીધી હતી અને તેને જીતનો હીરો તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તેને વધારે વિકેટ મળી ન હતી પરંતુ તેણે પોતાની સ્પિનથી કેરેબિયનોને ખૂબ પરેશાન કર્યા હતા.

આ પણ વાંચોઃ IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી

આ પણ વાંચોઃ IPL 2022: આજે કરોડો રુપિયામાં આળોટતા વિરાટ કોહલીની પ્રથમ આઇપીએલ સેલરી માત્ર આટલી જ હતી, જે તમે વિચારી પણ નહી હોય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">