AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: અમદાવાદમાં રોહિત શર્મા કેમ ના રહ્યો હાજર? MI માટે ચિંતા ઉપજાવતુ સામે આવ્યુ કારણ!

અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે તમામ ટીમોના કેપ્ટનનો IPL ટ્રોફી સાથે ફોટો શૂટ રાખવવામાં આવ્યુ હતુ. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઉપસ્થિત રહ્યો હતો અને જે ચર્ચાનુ કારણ બન્યુ હતુ.

IPL 2023: અમદાવાદમાં રોહિત શર્મા કેમ ના રહ્યો હાજર? MI માટે ચિંતા ઉપજાવતુ સામે આવ્યુ કારણ!
Rohit Sharma ફોટોશૂટ દરમિયાન રહ્યો ગેરહાજર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 10:57 PM
Share

કલાકો બાદ હવે IPL 2023 નો પ્રારંભ થનારો છે. તમામ ટીમો પોતાના હથિયાર સજાવી ચુકી છે અને હવે બ્યૂગલ ફુંકાય એની રાહ જોઈ રહી છે. પરંતુ સિઝનની શરુઆતના આગળના દિવસ સુધી કેટલીક ટીમોને ખેલાડીઓ ઈજાને લઈ બહાર રહેવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે IPL 2023 ની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ ટીમ વચ્ચે અમદાવાદમાં રમાનારી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઓપનિંગ મેચના આગળના દિવસે એટલે કે ગુરુવારે IPL Trophy સાથે તમામ ટીમોના કેપ્ટનનુ ફોટો શૂટ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રોહિત શર્મા ગેરહાજર રહ્યો હતો. તેની ગેરહાજરીને લઈ ચર્ચાનો વિષય બન્યો છે કે, રોહિત મહત્વના ફોટો શૂટમાં કેમ ગેરહાજર રહ્યો હતો.

જે કારણ સામે આવ્યુ છે એ હવે મુંબઈ ઈન્ડિયન્સને ચિંતા ઉપજાવનારુ છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સે એક વાતે રાહત છે કે, હજુ તેમની પ્રથમ મેચ રમવાને લઈ સમય છે. મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા સ્વસ્થ નથી. તે બિમાર હોવાને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શક્યો નહોતો. આમ પહેલાથી જ ઈજાગ્રસ્ત ખેલાડીઓને લઈ પરેશાન મુંબઈ માટે સિઝનની શરુઆતે વધુ એક ચિંતાજનક સ્થિતી સર્જી હોવાના મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે.

MI ની વધી ચિંતા?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે IPL 2023 સાથે ફોટોશૂટ કરવામાં આવ્યુ હતુ. આ તસ્વીર સામે આવ્યા બાદ રોહિત શર્માની ગેરહાજરીને લઈ ચર્ચા શરુ થઈ હતી. કારણ કે તસ્વીરમાં 10માંથી માત્ર 9 ટીમના કેપ્ટન જ હાજર હતા. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ફોટોમાં જોવા મળ્યો જ નહોતો. જોકે સત્તાવાર રીતે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા આ મામલામાં કરવામાં આવી નથી. જોકે એક મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્માની તબીયત ઠીક નથી. આમ નાદુરસ્ત તબીયતને લઈ તે ફોટોશૂટ સેશનથી દૂર રહ્યો હતો.

રોહિતને લઈ સામે આવી રહેલા સમાચારોને માનવામાં આવે તો, મુંબઈ ઈન્ડિયન્સ માટે આ ચિંતાનો વિષય છે. જોકે હજુ મેચને લઈ થોડો સમય છે એ રાહત છે. મુંબઈની ટીમનુ ટૂર્નામેન્ટમાં અભિયાન 2 એપ્રિલથી શરુ થાય છે. આમ પ્રથમ મેચ રવિવારે રમાનારી છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની ટક્કર થનારી છે. જોકે આ સમય સુધીમાં તે ઠીક થઈ જાય એવી અપેક્ષા છે. આમ છતાં પણ હવે તેના ફિટ રહેવાને ચિંતા જરુર છે. જોકે રિપોર્ટના દાવા મુજબ તે રવિવાર સુધીમાં ઠીક થઈ જશે અને ટીમ માટે ઉપલબ્ધ રહેશે.

ભૂવી હાજર તો, સૂર્યા કેમ નહીં?

હવે સવાલ એ પણ થઈ રહ્યા છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન એઈડન માર્કરમ ભારત પહોંચ્યો નથી. આ દરમિયાન તેની ગેરહાજરીમાં ભૂવનેશ્વર કુમાર ફોટોશૂટ માટે પહોંચ્યો હતો. આવામાં સવાલ એ થાય છે કે, તો મુંબઈ ઈન્ડિયન્સ માટે વાઈસ કેપ્ટન કેમ રોહિતના બદલે ઉપસ્થિત ના રહી શક્યો. સંભવિત રીતે સૂર્યાકુમારને હાજર રાખવાની ચર્ચા હતી. જોકે હવે એ વાત સ્પષ્ટ નથી કે અમદાવાદ પહોંચ્યા બાદ તબીયત બગડી કે આ પહેલા જ રોહિત બિમાર હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">