‘રોહિતે હંમેશા ભરોસો દેખાડ્યો અને કઇ પણ કરવાની છુટ આપી’, સુકાનીને લઇને જસપ્રીત બુમરાહનું મોટુ નિવેદન

2013માં આઈપીએલમાં ડેબ્યું કર્યું ત્યારથી બુમરાહે અત્યાર સુધી 106 મેચમાં 130 વિકેટ ઝડપી છે. તે મુંબઈ ટીમનો એક મહત્વનો ભાગ બની ચુક્યો છે.

'રોહિતે હંમેશા ભરોસો દેખાડ્યો અને કઇ પણ કરવાની છુટ આપી', સુકાનીને લઇને જસપ્રીત બુમરાહનું મોટુ નિવેદન
Jasprit Bumrah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:52 PM

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને આજે કોઇ ઓળખાણની જરૂર નથી. પણ મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) જ્યારે આઈપીએલમાં જસપ્રીત બુમરાહને તક આપી હતી ત્યારે લગભગ જ કોઇએ વિચાર્યું હતું કે તે આગળ જઇને ભારતનો સ્ટાર બોલર બનશે. બુમરાહ પણ એ વાતનો સ્વીકાર કરે છે કે મુંબઈની ટીમ સહિત રોહિત શર્મા (Rohit Sharma) એ પણ ઘણો સપોર્ટ કર્યો છે. તેનું પરિણામ એ આવ્યું કે તે આજે ભારતીય ટીમનો મહત્વનો બોલર બની ગયો છે. દિગ્ગજ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે યુટ્યુબ શોમાં વાત કરતા બુમરાહે કહ્યું કે શરૂઆતથી લઇને અત્યાર સુધી તેનું રોહિત સાથે વ્યવહાર એક જેવો જ રહ્યો છે અને રોહિતે શરૂઆતમાં જ તેની પર ઘણો ભરોસો બતાવ્યો હતો.

બુમરાહે વધુમાં કહ્યું કે, “જ્યારે હું મુંબઈ માટે રમતો હતો ત્યારે રિકી પોન્ટિંગ સુકાની હતો. જોકે રોહિત સુકાની બન્યા બાદ હું ટીમમાં રમવા લાગ્યો હતો. તેને મારા પર ઘણો વિશ્વાસ હતો. તેણે નેટમાં મને બોલિંગ કરતા જોયો હતો. તેેને મારી સ્કિલ પસંદ આવી હતી. શરૂઆતના સમયમાં પણ રોહિત શર્માને મારા પર ઘણો વિશ્વાસ હતો. તે મને ઘણી મહત્વની ઓવર કરવા માટે આપતા હતા. આજે પણ તેનો મારા પરનો વિશ્વાસ એવો જ છે.”

જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ શા માટે આવે છે?
ધરતી પરનું એ અનોખું પ્રાણી કે જેના દૂધનો રંગ છે કાળો
ચોમાસામાં વાળને રોજ શેમ્પૂ કરવું જોઈએ કે નહીં, જાણો
25 કરોડ રૂપિયા ખર્ચી પુરૂષમાંથી મહિલા બન્યો ઓલિમ્પિક ચેમ્પિયન
ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે 800 કરોડ રૂપિયાનો માલિક
પથરીનો દુખાવો કેવી રીતે ઘટાડવો?

રોહિતની સાથે રહીને મારા મનથી કઇ પણ કરવા માટે સ્વતંત્ર છું: બુમરાહ

2013માં આઈપીએલમાં ડેબ્યું કર્યું ત્યારથી બુમરાહે અત્યાર સુધી 106 મેચમાં 130 વિકેટ ઝડપી છે. તે મુંબઈ ટીમનો એક મહત્વનો ભાગ બની ચુક્યો છે. રોહિતની સાથે વ્યવહારને લઇને બુમરાહે આગળ કહ્યું કે હવે તો એવું થઇ ગયું છે કે તે રોહિત કેટલીક બાબતો જણાવતો નથી પણ પોતાના મનથી જ કેટલીક વસ્તુઓ નક્કી કરી લે છે.

બુમરાહે વધુમાં કહ્યું કે, “હવે તો રોહિત મારા માટે ફિલ્ડીંગ પણ નથી લગાવતો. તે મને જાતે જ ફિલ્ડીંગ લગાવવા માટે કહે છે અને કહે છે કે જો કોઇ ફેરફાર કરવો હોય તો મને કહી દેજે. તેની કેપ્ટનશિપમાં હું જે ઇચ્છું તે કરવા માટે સ્વતંત્ર છું અને તેનાથી મને ઘણો વધુ ફાયદો થાય છે.”

આ પણ વાંચો : Ranji Trophy: ઇશાંત શર્માની બોલીંગની ધાર રહી બેઅસર, દિવસમાં માત્ર 9 ઓવર જ કરી, તેની ટીમ પણ મુશ્કેલ સ્થિતીમાં

આ પણ વાંચો : Ind Vs SL: ભારત સામે શ્રીલંકાએ 184 રનનુ લક્ષ્ય રાખ્યુ, પથુમ નિશંકાની ફીફટી, શનાકાની આક્રમક રમત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">