IPL ની શરુઆત પહેલા પાકિસ્તાનીએ PSL ને શ્રેષ્ઠ ગણાવતા CSK ના ભારતીય ખેલાડીએ ‘જડબાતોડ’ જવાબ વાળી મોં બંધ કરી દીધુ

પાકિસ્તાની પત્રકારે પાકિસ્તાન સુપર લીગ (PSL) અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સરખામણી કરી. આઇપીએલ ની 15 મી સિઝન 26 માર્ચથી શરુ થનાર છે.

IPL ની શરુઆત પહેલા પાકિસ્તાનીએ PSL ને શ્રેષ્ઠ ગણાવતા CSK ના ભારતીય ખેલાડીએ 'જડબાતોડ' જવાબ વાળી મોં બંધ કરી દીધુ
Robin Uthappa એ ચાર જ શબ્દોમાં જ બોલતી બંધ કરી દીધી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:06 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝન આવતા સપ્તાહથી શરૂ થવા જઈ રહી છે. દુનિયાની સૌથી મોટી T20 લીગને લઈને દુનિયાભરના ફેન્સમાં ઘણો ક્રેઝ છે. ખેલાડીઓની વાત હોય કે કમાણીની બાબતમાં, આ લીગ સૌથી આગળ છે. આ લીગમાં પાકિસ્તાન (Pakistan) સિવાય દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. IPL ને લઈને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ વતી કેટલીક નિવેદન બાજી પણ થતી રહે છે. ફરી એકવાર એવું જ થયું જ્યારે એક પાકિસ્તાની પત્રકારે PSL ને IPL કરતાં સારી ગણાવી અને ભારતીય બેટ્સમેનને તેનો સામનો કરવો પડ્યો. જોકે ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ (Robin Uthappa) તો તેની બોલતી જ બંધ કરી દીધી હતી.

પીએસએલની શરૂઆત સાત વર્ષ પહેલા 2016માં થઈ હતી, જ્યારે ભારત તેના 8 વર્ષ પહેલા આઈપીએલનું આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાની પત્રકારના મતે પીએસએલ અન્ય તમામ લીગ કરતા સારી છે. જોકે, ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પાકિસ્તાની પત્રકારને યોગ્ય જવાબ મળ્યો

પાકિસ્તાની પત્રકાર અરફા ફિરોઝ જેકે ટ્વિટર પર લખ્યું, ‘IPL વચ્ચે કોઈ સરખામણી કરી શકાય નહીં. પીએસએલની શરૂઆત 2016માં થઈ હતી જ્યારે આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. જો કે, PSL એ IPL કરતા વધુ ઝડપથી વિશ્વભરમાં ખ્યાતિ હાંસલ કરી છે તે વાતનો કોઈ ઇનકાર કરશે નહીં. ખાસ કરીને એ જમાનામાં જ્યાં વિશ્વભરના ક્રિકેટ બોર્ડે પોતાની T20 લીગ બહાર પાડી છે, જ્યારે બજારમાં બીજી કોઈ લીગ નહોતી ત્યારે IPLની શરૂઆત થઈ હતી. ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ પાકિસ્તાની પત્રકારને જડબાતોડ જવાબ આપ્યો છે. ચાર શબ્દોમાં જવાબ આપતા ઉથપ્પાએ લખ્યું, ‘IPL એ માર્કેટ બનાવ્યું છે.’

રોબિન ઉથપ્પા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત PSL ની 7મી સિઝન તાજેતરમાં પૂરી થઈ છે, જેમાં લાહોર કલંદર્સની ટીમનો વિજય થયો છે. તે જ સમયે, IPL 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL 2022ની મેગા ઓક્શન દરમિયાન રોબિન ઉથપ્પાને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રોબિન ઉથપ્પાએ અત્યાર સુધી 193 આઈપીએલ મેચ રમી છે જેમાં તેણે 27.94ની એવરેજથી 4722 રન બનાવ્યા છે. આ જમણા હાથના બેટ્સમેનના નામે 25 અડધી સદી છે.

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલનો હુંકાર, ચેમ્પિયન બનતા કોઇ નહી રોકી શકે જો ટીમના ખેલાડીઓ આ કામ કરી દેખાડશે

આ પણ વાંચોઃ IPL 2022: ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ઓલ રાઉન્ડર હજુ સુધી પહોંચી શક્યો નથી ભારત, ધોનીની ટીમનુ આ કારણ થી વધ્યુ ટેન્શન

g clip-path="url(#clip0_868_265)">