આ સિરીઝથી રિષભ પંતની ભારતીય ટીમમાં થશે વાપસી, સ્વતંત્રતા દિવસે મોટિવેશનલ Video થયો વાયરલ

Rishabh Pant New Video : અત્યાર સુધી તમે ઋષભ પંતને બેટ પકડીને લાંબી છગ્ગા મારતા અથવા ગ્લોવ્ઝ પહેરીને વિકેટની પાછળ બોલ પકડતા જોયા હશે. પરતું આઝાદીની ઊજવણી સમયે તે નવા અવતારમાં જોવા મળ્યો છે. તે મોટિવેશનલ સ્પીકર બન્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સિરીઝથી રિષભ પંતની ભારતીય ટીમમાં થશે વાપસી, સ્વતંત્રતા દિવસે મોટિવેશનલ Video થયો વાયરલ
Rishabh pant new video viralImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 8:35 PM

Rishabh Pant Video : ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી રિષભ પંત હાલમાં ઈજાથી પરેશાન છે. ગયા વર્ષે 30 ડિસેમ્બરે તેમનો કાર અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના લિગામેન્ટમાં ઈજા થઈ હતી જેના માટે તેને સર્જરી કરાવવી પડી હતી. આ ઈજાના કારણે પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેની ઈજા પર કામ કરી રહ્યો છે.

જ્યારથી પંતનો અકસ્માત થયો ત્યારથી તેણે ઘણી લડત આપી છે અને ઘણી હિંમત બતાવી છે અને પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઉત્સાહથી ભરેલા પંતે આઝાદીના દિવસે એટલે કે 15મી ઓગસ્ટે અન્ય લોકોમાં પણ ઉત્સાહ જગાવ્યો. 15 ઓગસ્ટે તેમનું એક ભાષણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : વન ડેમાં બનાવ્યા 515 રન, 450 રનથી જીતી મેચ, આ ટીમે તે કર્યું જે સારી ટીમો ન કરી શકી

આ રહ્યો રિષભ પંતનો વાયરલ વીડિયો

પંત હાલ બેંગ્લોરમાં છે. હાલમાં જ પંતનો આ નવો અવતાર સામે આવ્યો છે. તેમણે અહીં જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનની સ્પોર્ટ્સ ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટમાં સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપ્યું અને ત્યાંના વર્તમાન ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદલે ટ્વિટર પર પંતનો વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો : Spain vs Sweden Highlights : અંતિમ મિનિટમાં ઓલ્ગા કાર્મોએ ફટકાર્યો ગોલ, સ્વીડનને 2-1થી હરાવી સ્પેન પહોંચ્યુ ફાઈનલમાં

પંતનો આ વિડિયો માત્ર 16 સેકન્ડનો છે, જેમાંથી એવું લાગે છે કે તે હંમેશા રમવા માટે કેવી રીતે પ્રેરિત રહેવું તે કહી રહ્યો છે. પંત IPL ટીમ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને તેની માલિકી JSW પાસે છે. ઈજાના કારણે પંતે IPL-2023માં ભાગ લીધો ન હતો પરંતુ ટીમે તેને દિલ્હીમાં રમાયેલી કેટલીક મેચો માટે બોલાવ્યો હતો. કાર અકસ્માત બાદ પંતે જે હિંમત દાખવી અને જે તીવ્રતા સાથે તે પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના બધા વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rich Tennis Players : બે વિમ્બલ્ડન સહિત સહિત કુલ 31 ટાઇટલ જીતનાર દમદાર મહિલા ટેનિસ ખેલાડી ‘પેટ્રા ક્વિટોવા’

ભારતના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત 2024માં ઈંગ્લેન્ડ સિરીઝ પહેલા ભારતીય ટીમમાં વાપસી કરે તેવી શક્યતા છે. ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. રિપોર્ટસ અનુસાર, પંત આવતા વર્ષે આઈપીએલમાં પણ રમશે. અનેક સર્જરીઓમાંથી પસાર થયા પછી, પંતે હવે ચાલવાનું શરૂ કર્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">