AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ઋષભ પંત ને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની અંતિમ T20 માં આરામ અપાયો, શ્રીલંકા સામે પણ નહી રમે

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણી જીતી લીધી છે. આવી સ્થિતિમાં BCCIએ ઋષભ પંત (Rishabh Pant) ને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

IND vs WI: ઋષભ પંત ને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની અંતિમ T20 માં આરામ અપાયો, શ્રીલંકા સામે પણ નહી રમે
Rishabh Pant ને પણ બીસીસીઆઇ દ્વારા રજા આપવામાં આવી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:57 PM
Share

યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની (India vs West Indies T20 Series) છેલ્લી T20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં પણ નહીં રમે. BCCI દ્વારા આગામી શ્રેણીને કારણે ઋષભ પંતને પણ બાયો બબલમાંથી આરામ આપવામાં આવ્યો છે. હવે તે શ્રીલંકા (Sri Lanka) સામેની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરશે. પંતે તાજેતરના સમયમાં સારું ફોર્મ બતાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં તેણે અણનમ અડધી સદી ફટકારી અને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. તે છેલ્લા કેટલાક સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો. આ પહેલા BCCIએ વિરાટ કોહલી ને પણ આમ જ આરામ આપવામાં આવ્યો છે. તે વેસ્ટ ઈન્ડિઝ તરફથી છેલ્લી ટી20 અને શ્રીલંકા સામેની શ્રેણી પણ નહીં રમે.

ઋષભ પંત છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાનો સતત ભાગ છે અને ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. આગામી સમયમાં પણ તેઓ ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. ભારતીય ટીમનો ભાગ હોવાની સાથે તે IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ છે. તેને ધ્યાનમાં રાખીને તેમને આરામ આપવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝ ભારતીય ટીમે આમ પણ પોતાના નામે કરી લીધી છે. ભારતે બંને T20I મેચ જીતી છે અને 2-0 ની અજેય સરસાઈ મેળવી છે. પંતની ગેરહાજરીમાં ઈશાન કિશન કીપિંગની જવાબદારી સંભાળી શકે છે.

પંત ફોર્મમાં દેખાય છે

મિડલ ઓર્ડરમાં રમતી વખતે તેનું તાજેતરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. પંતે ઘણી વખત શાનદાર ઇનિંગ્સ રમી છે. પંતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20Iમાં અણનમ 52 રન બનાવ્યા હતા. આ ઇનિંગે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કારણે પંતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા વનડે સિરીઝમાં પણ ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર, તેણે ટેસ્ટમાં સદી ફટકારી અને વનડેમાં 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ દરમિયાન પણ તેને ઓપનિંગમાં અજમાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તે ફરી મિડલ ઓર્ડરમાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Asian Games: 8 વર્ષે એશિયન ગેમ્સમાં ક્રિકેટ પરત ફર્યુ, આ મહત્વના કારણથી ટીમ ઇન્ડિયાના રમવા પર સસ્પેન્સ

આ પણ વાંચોઃ T20 World Cup Qualifier: ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધુ શતક, 22 વર્ષિય આ ખેલાડીએ 66 બોલમાં સૌથી મોટી ઇનીંગ રમી લઇ ગજબ કર્યો

g clip-path="url(#clip0_868_265)">