IND vs WI: વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની અંતિમ મેચમાં નહી રમે, ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ઘરે પરત ફર્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે રમાનારી ત્રીજી T20 મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) નહીં જોવા મળે, તે શ્રીલંકા સામેની T20 શ્રેણીનો પણ હિસ્સો નહીં હોય.
વિરાટ કોહલી (Virat Kohli) ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) થી અલગ થઈ ગયો છે. તેને ભારત-વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) સામેની T20 શ્રેણીની છેલ્લી મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. આમ હવે કોહલી પોતાના ઘરે પરત ફર્યો છે. બાયો બબલના કારણે BCCI એ વિરાટ કોહલીને આરામ આપ્યો છે. ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે કોહલીને 10 દિવસનો આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા એવા અહેવાલ હતા કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન પણ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણીનો ભાગ નહીં હોય. આ સિરીઝ લખનૌમાં શરૂ થનારી છે. આ પછી બાકીની બે મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે.
પીટીઆઈએ બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, હા, કોહલી શનિવારે સવારે તેના ઘરે ગયો હતો. ભારત પહેલા જ શ્રેણી જીતી ચૂક્યું છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો હતો કે તમામ ફોર્મેટમાં રમતા તમામ નિયમિત ખેલાડીઓને તેમના વર્કલોડને મેનેજમેન્ટ કરવા અને તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સમય સમય પર બાયો બબલમાંથી બ્રેક આપવામાં આવશે.
Virat Kohli given bio-bubble break by BCCI, leaves for home before third T20I against West Indies
— Press Trust of India (@PTI_News) February 19, 2022
Some #IndianCricketTeam News: As reported by @PTI_News on Friday, the @bcci has given Virat Kohli a bio bubble break before #Tests against @OfficialSLC. He is back home and won’t play 3rd T20I and next T20I series.#INDvWI
— Kushan Sarkar (@kushansarkar) February 19, 2022
શ્રીલંકા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન બાકી
ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. માનવામાં આવી રહ્યું છે કે 19 ફેબ્રુઆરીએ રાત્રે ટીમની જાહેરાત થઈ શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી અંતર્ગત બે મેચો પણ રમાવાની છે. આ મેચો મોહાલી અને બેંગ્લોરમાં રમાશે. વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં રમશે.
આવનારા સમયમાં ભારતે સતત ક્રિકેટ રમવાનું છે. શ્રીલંકા સીરીઝ બાદ અફઘાનિસ્તાન તરફથી પણ સીરીઝના સમાચાર છે. ત્યારબાદ આઈપીએલ છે. IPL બાદ ભારતે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ જવાનું છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતની મુલાકાતે આવશે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટી20 વર્લ્ડ કપ અને શ્રેણી પણ છે.