AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Qualifier: ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધુ શતક, 22 વર્ષિય આ ખેલાડીએ 66 બોલમાં સૌથી મોટી ઇનીંગ રમી લઇ ગજબ કર્યો

આ બેટ્સમેને રમેલી સદીની ઈનિંગ્સ હવે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. કારણ કે, ડેબ્યૂ પર કોઈપણ બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ છે.

T20 World Cup Qualifier: ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધુ શતક, 22 વર્ષિય આ ખેલાડીએ 66 બોલમાં સૌથી મોટી ઇનીંગ રમી લઇ ગજબ કર્યો
Matthew Spoors એ કમાલની ઇનીંગ રમી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 9:49 AM
Share

T20 ઇન્ટરનેશનલમાં શતક અનેક જોયા હશે. પરંતુ, જો ડેબ્યુ મેચમાં જ સદી ફટકારવામાં આવે તો તે અલગ જ વાત છે. બરાબર આવું જ કરીને 22 વર્ષીય કેનેડિયન બેટ્સમેન મેથ્યુ સ્પૂર્સે (Matthew Spoors) ઈતિહાસ રચી દીધો છે. તેણે ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર (T20 World Cup Qualifier) માં ફિલિપાઇન્સ સામે ડેબ્યૂ કર્યું હતું અને પછી ટી20 ઇન્ટરનેશનલની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. તેની સદીની ઈનિંગ્સ હવે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. કારણ કે, ડેબાય પર કોઈપણ બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ છે. મેથ્યુ સ્પરે કેનેડા (Canada Cricket Team) માટે ટી20 ડેબ્યૂ કરતી વખતે ઓપનર તરીકે સદીની સ્ક્રિપ્ટ લખી દીધી હતી.

તે ફિલિપાઈન્સ સામેની મેચમાં ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. તેણે તેના પાર્ટનર રિયાન પઠાણ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 149 રન જોડ્યા હતા. પોતાની શતકીય ઇનિંગ્સ દરમિયાન મેથ્યુ અંત સુધી અણનમ રહ્યો હતો. તે જ સમયે તેનો ઓપનિંગ પાર્ટનર રિયાન પઠાણ 73 રન બનાવીને આઉટ થયો હતો.

મેથ્યુ સ્પૂર્સે ડેબ્યૂમાં જ અણનમ સદી ફટકારી હતી

જમણા હાથના ઓપનર મેથ્યુ સ્પૂર્સે મેચમાં 66 બોલનો સામનો કર્યો હતો, જેના પર તેણે અણનમ 108 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 14 ચોગ્ગા અને 3 છગ્ગા જોવા મળ્યા હતા. મેથ્યુ સ્પૂર્સની આ અણનમ સદીના કારણે કેનેડાએ 20 ઓવરમાં 1 વિકેટે 216 રન બનાવ્યા હતા.

કેનેડા 118 રને જીત્યું

ફિલિપાઈન્સ સામે જીત માટે 217 રનનો વિશાળ ટાર્ગેટ હતો. પરંતુ તે 20 ઓવરમાં 5 વિકેટે 98 રન જ બનાવી શકી હતી. અને 118 રનના જંગી અંતરથી મેચ હાર્યુ હતુ. આ જીત સાથે કેનેડા તેના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું છે. T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ગ્રુપ B માં કેનેડા અને ફિલિપાઈન્સ વચ્ચે આ પ્રથમ મેચ હતી.

T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂમાં સદી ફટકારીને સૌથી મોટી ઇનિંગ રમનાર મેથ્યુ સ્પર્સને કેનેડાની જીતના હીરો તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેની સદીનું પરિણામ એ આવ્યું કે કેનેડાએ મેચમાં કુલ 216 રન બનાવ્યા હતા. હવે કેનેડાએ તેની આગામી મેચ ઓમાન સામે રમવાની છે.

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઇન્ડિયાની જીત છતા પણ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર નારાજ, ફિલ્ડીંગમાં નબળાઇને લઇ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચોઃ BPL 2022: શાકિબ અલ હસનને બાયો બબલ તોડવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નારાજ, મોકલી કારણ બતાવો નોટિસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">