Rinku Singh, IPL 2023: કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચનો અંત દિલધડક, 1 બોલ પર રિંકૂ સિંહે કર્યો ખેલ ખતમ-Video

Rinku Singh, IPL 2023: કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં ટક્કર થઈ હતી. મેચનો અંત દિલધડક હતો અને એક એક બોલ મેચનુ પાસુ પલટી રહ્યો હોય એમ અંતિમ ઓવર લાગી રહી હતી.

Rinku Singh, IPL 2023: કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચનો અંત દિલધડક, 1 બોલ પર રિંકૂ સિંહે કર્યો ખેલ ખતમ-Video
Rinku Singh અંતિ્મ બોલ પર ચોગ્ગો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 10:33 AM

IPL 2o23 માં સોમવારની મેચ ફરી એકવાર દિલધડક જોવા મળી હતી. જબરદસ્ત રોમાંચ અંતિમ ઓવર્સમાં હતો. અંતિમ ઓવરમાં દરેક બોલ દિલની ધડકન વધારી રહ્યો હતો. કારણ કે દરેક બોલ પર મેચ પલટાઈ રહી હોય એવો અહેસાસ થતો હતો. અંતિમ ઓવરમાં 6 રનની જરુર હતી. અંતિમ ઓવર શરુ થવા પહેલા મેચ એક તરફી લાગી રહી હતી, પરંતુ એક એક બોલ રોમાંચ વધારી રહ્યો હતો. જોકે અંતિમ બોલ રિંકૂ સિંહના રમવાના હિસ્સામાં હતો અને તેણે વિજયી ચોગ્ગો ફટકારીને કોલકાતાને જીત અપાવી હતી. આ જીત સાથે જ કોલકાતાએ પોઈન્ટ્સ ટેબલની રેસમાં પોતાને બનાવી રાખ્યૂ હતુ.

રિંકૂ સિંહ ફરી એકવાર હિરો બન્યો છે. તેણે વધુ એક મેચની જીત કોલકાતાની ઝોળીમાં રાખી દીધી છે. અંતિમ બોલ પર રિંકૂએ શાનદાર ચોગ્ગો જમાવ્યો હતો. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 179 રન નોંધાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે હોમ ગ્રાઉન્ડ પર 5 વિકેટથી જીત મેળવી હતી. પોઈન્ટ્સ ટેબલમાં આ 2 અંકે મોટો ફાયદો કોલકાતાને કરાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અંતિમ ઓવરના 6 બોલ પર નજર

પંજાબનો પિછો કરતા અંતિમ 2 ઓવરમાં 26 રન કોલકાતાને જરુરી હતા. 19મી ઓવર સેમ કરન લઈને આવ્યો હતો. ઓવરમાં આંદ્રે રસેલે 3 છગ્ગા જમાવ્યા હતા. આમ 20 રન નિકાળ્યા હતા. અંતિમ ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો અને 6 રનની જરુર કોલકાતાને જીત માટે જરુર હતા. ઓવરની શરુઆત પહેલા રસેલ અને રિંકૂ મેદાનમાં હોઈ જીત આસાન લાગી રહી હતી. પરંતુ ઓવર શરુ થતા જ મેચ દિલધડક બની ગઈ હતી.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

  1. પ્રથમ બોલ ડોટ રહ્યો હતો. રસેલે બાઉન્સર બોલને ઝૂકીને પસાર થવા દીધો હતો. આમ હવે 5 બોલમાં 6 રન જીત માટે રહ્યા હતા.
  2. બીજો બોલ વાઈડ યોર્કર હતો અને તેને લો ફુલટોસ રમી થર્ડમેન પર રમીને સિંગલ રન લીધો હતો. આમ હવે 4 બોલમાં 5 રન રહ્યા હતા.
  3. ત્રીજા બોલને લેગ સ્ટંપ બહાર ફુલ ટોસ બોલને રિંકૂ સિંહે ડીપ સ્કેવર લેગ પર રમીને સિંગલ રન લીધો હતો.
  4. ચોથા બોલ પર આંદ્રે રસેલે ડીપ કવરમાં ફટકાર્યો હતો. રસેલ અને રિંકૂએ 2 રન દોડીને લીધા હતા. આમ 2 રન જીત માટે જરુરી હતા.
  5. પાંચમા બોલ પર આંદ્રે રસેલ રન આઉટ થયો હતો. સ્લોઅર બોલ પર બીટ થયા બાદ રસેલ અને રિંકૂ રન માટે દોડી ગયા હતા. જ્યાં રસેલન નોન સ્ટ્રાઈકર એન્ડ પર રન આઉટ થયો હતો.
  6. અંતિમ બોલ પર હવે 1 બોલમાં 2 રનની જરુર હતી અને રિંકૂ સિંહે ડીપ ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ કોલકાતાએ જીત મેળવી લીધી હતી.

આ પણ વાંચોઃ  MI vs RCB, IPL 2023: મુંબઈ અને બેંગ્લોર વચ્ચે વચ્ચે આજે મરણીયો જંગ, વાનખેડેમાં જીત ટીમને ટોપ-4 માં પહોંચાડશે!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">