AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: દિલ્હી કેપિટલ્સમાંથી રિકી પોન્ટિંગની થશે છુટ્ટી, સૌરવ ગાંગુલી બની શકે છે હેડ કોચ

IPL 2023માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નહીં અને પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે રહી હતી. આવા ખરાબ પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉભા થયા છે અને હવે મોટા પરિવર્તનો ટીમમાં થઈ શકે છે.

IPL: દિલ્હી કેપિટલ્સમાંથી રિકી પોન્ટિંગની થશે છુટ્ટી, સૌરવ ગાંગુલી બની શકે છે હેડ કોચ
Ganguly and Ponting
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 4:27 PM
Share

દિલ્હી કેપિટલ્સનું IPL 2023 ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નહીં. આ પછી દિલ્હી કેપિટલ્સનું ટીમ મેનેજમેન્ટ ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. એક અહેવાલ મુજબ ફ્રેન્ચાઈઝી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને મુખ્ય કોચના પદ પરથી હટાવી શકે છે અને સૌરવ ગાંગુલીને આ જવાબદારી સોંપી શકે છે. આ બંને આ સિઝનમાં ટીમના કોચિંગ સ્ટાફમાં હતા. પોન્ટિંગ 2018થી ટીમ સાથે છે અને તેના કોચ તરીકે ટીમે વર્ષ 2020માં પ્રથમ વખત IPL ફાઈનલ રમી હતી. ગાંગુલી ગત સિઝન સુધી આ ટીમ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે હતો. હવે તે આ ટીમના કોચનું પદ સંભાળી શકે છે.

પોન્ટિંગે દિલ્હીને સફળ ટીમ બનાવી

દિલ્હી ફ્રેન્ચાઇઝી તે ટીમોમાંની એક હતી જેને ખૂબ જ નબળી માનવામાં આવતી હતી, પરંતુ પોન્ટિંગના કોચ બન્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ ટીમે લાંબા સમય બાદ 2019માં પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આ પછી 2021 સુધી આ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ, જોકે દિલ્હી ટાઈટલ પોતાના નામે કરી શક્યું નથી. પરંતુ છેલ્લી સિઝન દિલ્હી માટે ખૂબ જ ખરાબ રહી હતી. IPL 2023માં દિલ્હીએ 14 મેચ રમી હતી જેમાં તે માત્ર પાંચમાં જ જીત મળી હતી હતી જ્યારે નવ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી.

Ricky Ponting will be dropped from Delhi Capitals Sourav Ganguly can become the head coach

Ganguly-Ponting in IPL 2023

પોન્ટિંગ IPLનો સફળ કોચ

જોકે પોન્ટિંગની ગણતરી IPLના સફળ કોચમાં થાય છે. મુંબઈ ઈન્ડિયન્સે તેના કોચ પદ હેઠળ 2015માં IPL જીતી હતી. ત્યારબાદ તે દિલ્હી કેપિટલ્સનો કોચ બન્યો અને તેણે ટીમને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી. જો કે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ WTC Final: હવામાનનો બદલાયો મૂડ, ચોથા અને પાંચમા દિવસે વરસાદની આગાહી

ગાંગુલી માટે કામ સરળ રહેશે

જો ગાંગુલી દિલ્હીના કોચ બનશે તો તેને ટીમને સંભાળવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. તેઓ 2019-20માં ટીમના ક્રિકેટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. આ દરમિયાન તેઓ BCCIના પ્રમુખ પણ હતા અને આ કારણોસર તેમણે ટીમ સાથેના સંબંધો તોડવા પડ્યા હતા. BCCI પ્રમુખ પદ છોડ્યા બાદ તેઓ ફરીથી દિલ્હીની ટીમ સાથે જોડાયા અને જૂના પદ પર પાછા ફર્યા. હવે તેને નવી પોસ્ટ મળી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">