WTC Final: હવામાનનો બદલાયો મૂડ, ચોથા અને પાંચમા દિવસે વરસાદની આગાહી

WTC ફાઈનલમાં છેલ્લા ત્રણ દિવસથી જે વાતાવરણ ખુશનુમા હતું તેમાં ચોથા અને પાંચમા દિવસે પરિવર્તન જોવા મળશે અને વાતાવરણમાં ભેજ વધવાની શકયતા છે. મતલબ કે WTC ફાઈનલ પર વરસાદ પડી શકે છે.

WTC Final: હવામાનનો બદલાયો મૂડ, ચોથા અને પાંચમા દિવસે વરસાદની આગાહી
WTC final Rain forecast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 3:48 PM

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ફાઈનલનો આજે ચોથો દિવસ છે. પરંતુ, છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ ચોથા દિવસે સ્થિતિ થોડી બદલાઈ શકે છે. સ્કોરબોર્ડની સાથે હવામાનમાં પણ મોત પરિવર્તનો જોવા મળી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી હવામાન સ્થિર અને ખુશનુમા હતું પરતું ચોથા અને પાંચમા દિવસે વાતાવરણમાં ભેજ વધવાની શક્યતા દેખાઈ રહી છે. મતલબ કે WTC ફાઈનલ પર વરસાદ પાડવાની સંભાવના છે.

કોઈપણ રીતે ઈંગ્લેન્ડના હવામાનની આગાહી કરવી મુશ્કેલ છે. ત્યાં ક્યારે વરસાદ પડશે અને સૂર્ય ક્યારે ચમકશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ, WTC ફાઇનલમાં ચોથા અને પાંચમા દિવસે વરસાદ પાડવાની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા ફાઇનલ શરૂ થવા પહેલા જ મેચના અંતિમ બે દિવસે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ચોથા અને પાંચમા દિવસે વરસાદની શક્યતા

હવે અનુમાન મુજબ ચોથા દિવસની રમતમાં વરસાદ અવરોધ બની શકે છે. સમાચાર છે કે ઈંગ્લેન્ડમાં જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ વરસાદ જોવા મળી શકે છે. આ વરસાદ કેટલો સમય ચાલશે અને મેચ પર તેની કેટલી અસર થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ચોથા દિવસની જેમ જ WTC ફાઈનલના પાંચમા દિવસે પણ તેવી જ સ્થિતિ જોવા મળશે. મતલબ હવે આ બે દિવસમાં જો વરસાદ પડશે તો કેટલી ઓવર ધોવાશે તેના પર રિઝર્વ-ડેની રમત નિર્ભર રહેશે.

12 જૂન રિઝર્વ ડે

WTC ફાઇનલ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો પાંચ દિવસમાં સંપૂર્ણ રમત રમી શકાતી નથી, તો જ મેચ રિઝર્વ ડેમાં રમવાના ચાન્સ છે. ખાસ કરીને બે કિસ્સામાં રિઝર્વ-ડેનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ IND vs AUS WTC Final Day 3 Report: ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા એ મેળવી 296 રનની લીડ

જો વરસાદ પડે છે તો કેટલી ઓવરો વરસાદને કારણે ધોવાઇ જાય છે તેના આધારે રિઝર્વ ડેના દિવસે બાકીની બચેલી ઓવરો રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડેનો ઉપયોગ માત્ર વરસાદને કારણે ઓવરોમાં ઘટાડો કરવા માટે કરવામાં આવશે નહીં. તેની બીજી શરત ધીમો ઓવર રેટ છે, જેમાંથી ટીમ ઈન્ડિયા અત્યારે પસાર થઈ રહી છે. ટીમ ઈન્ડિયાનો ઓવર રેટ ધીમો છે અને તેના કારણે પણ જો રમતના પહેલા પાંચ દિવસ પૂરા ન થાય તો તે રિઝર્વ ડેમાં જઈ શકે છે.

જો બહુ ઓછી ઓવર બાકી હોય તો શું?

હવે સવાલ એ છે કે 10 કે તેથી ઓછી ઓવર બાકી હોય તો પણ રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે? તો આનો જવાબ છે નહીં. 10 ઓવરથી ઓછી મેચ રિઝર્વ ડેના દિવસે નહીં રમાય. ઇંગ્લેન્ડમાં મોડે સુધી લાઇટ ચાલુ રહે છે. માત્ર 5 દિવસની રમતમાં તે ઓવરોને એડજસ્ટ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">