MS Dhoni Knee Surgery : ધોનીના ઘૂંટણનું થયું સફળ ઓપરેશન, IPL 2023 દરમિયાન થઈ હતી ઈજા

IPL 2023ની પ્રથમ મેચ દરમિયાન ધોનીના ઘૂંટણમાં ઈજા થઈ હતી. 31 મેના રોજ તેણે તેના ઘૂંટણની તપાસ કરાવી. જે બાદ આજે સવારે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

MS Dhoni Knee Surgery : ધોનીના ઘૂંટણનું થયું સફળ ઓપરેશન, IPL 2023 દરમિયાન થઈ હતી ઈજા
MS Dhoni underwent knee surgeryImage Credit source: google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 8:04 PM

MS ધોનીના ઘૂંટણની સફળ સર્જરી કરવામાં આવી છે. IPL 2023ની પ્રથમ મેચ દરમિયાન ધોનીના ઘૂંટણમાં ઈજા થઈ હતી. 30 મેના રોજ IPL સમાપ્ત થતાંની સાથે જ ધોનીએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જઈને પોતાના ઘૂંટણની તપાસ કરાવી હતી. 31 મેના રોજ ઘૂંટણની તપાસ કર્યા બાદ 1 જૂનના રોજ સવારે તેમના ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે IPLની આખી મેચ દરમિયાન ધોનીના ઘૂંટણની ઈજા હેડલાઈન્સમાં રહી હતી. 31મી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી લીગની પહેલી જ મેચમાં તેને આ ઈજા થઈ હતી. પરંતુ, ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવાનો જુસ્સો એવો હતો કે ધોનીને તેના ઘૂંટણની પરવા નહોતી. જોકે, આ દરમિયાન મેદાન પર આવી તસવીરો ઘણી વખત જોવા મળી હતી જ્યારે ધોની ક્યારેક દર્દમાં લંગડાતો જોવા મળ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જાણો ધોનીનું કયા ડોક્ટરે કર્યું ઓપરેશન?

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોનીનું ઓપરેશન ડૉ.દિનશા પારડીવાલાએ કર્યું હતું. ડૉ.પારડીવાલા સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના વડા છે અને તેમણે રિષભ પંતની સર્જરીમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધોની ઘૂંટણની સર્જરી બાદ હાલમાં હોસ્પિટલમાં છે.

આ પણ વાંચો: IPL : MS ધોનીના સન્યાસને લઈ મોટો ખુલાસો, જાણો CSKના CEOએ શું કહ્યું?

સર્જરી બાદ આગામી સિઝનમાં રમવાની આશા

ધોનીના ઘૂંટણની સર્જરી બાદ હવે તેની આગામી સિઝનમાં રમવાની આશા પણ જાગી છે. IPL 2023ની ફાઈનલ બાદ ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે તેની છેલ્લી IPL છે. આના પર તેણે કહ્યું હતું કે આ શ્રેષ્ઠ સમય છે, પરંતુ ચાહકોએ તેને આ સિઝનમાં જે પ્રેમ આપ્યો છે તે પછી તે તેમને ભેટ આપવા માંગશે. તે આગામી સિઝનમાં પણ રમવા માંગે છે.

સંપૂર્ણ રીતે ફિટ થવા માટે પૂરતો સમય

ધોનીની આ ઈચ્છા હવે પૂરી થઈ શકે છે. કારણકે હવે તેના ઘૂંટણનું ઓપરેશન થઈ ગયું છે અને આમાંથી સંપૂર્ણ રિકવર થવામાં જે સમય લાગશે તે હજુ પણ પૂરતો છે. ધોનીએ પોતે કહ્યું હતું કે તેની પાસે આગામી સિઝનમાં રમવા અંગે નક્કી કરવા માટે 6 થી 7 મહિનાનો સમય છે. તો આટલા સમયમાં CSKના કેપ્ટન પાસે રિકવરી કરવાનો અને મેદાનમાં પાછા ફરવાનો પૂરતો સમય મળી રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">