AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ricky Ponting: વિરાટ કોહલીને લઈ ICC WTC Final પહેલા જ ‘ડર’ નો માહોલ, પોન્ટિંગે મેચ બતાવ્યુ કારણ

ICC WTC Final: લંડનના ઓવલમાં આગામી 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. Virat Kohli આ પહેલા હાલમાં IPL 2023 માં ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

Ricky Ponting: વિરાટ કોહલીને લઈ ICC WTC Final પહેલા જ 'ડર' નો માહોલ, પોન્ટિંગે મેચ બતાવ્યુ કારણ
Ricky Ponting says Virat Kohli can be dangerous for Australia
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 8:15 PM
Share

IPL 2023 અંતિમ તબક્કામાં છે, વિરાટ કોહલી સિઝનમાં શાનદાર ફોર્મમાં પરત ફરેલો જોવા મળ્યો છે. કોહલીએ ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી નોંધાવી હતી. વિરાટ કોહલીના પ્રદર્શનને લઈ સૌ કોઈ પ્રભાવિત છે. કોહલી તેના અસલી અંદાજમાં જોવા મળ્યો હતો, કોહલી તેના અસલી રંગમાં ગુરુવારે જોવા મળ્યો હતો. કોહલીના શતકીય પ્રદર્શન બાદ રિકી પોન્ટિંગને કોહલી થી WTC Final માટે અત્યારથી જ ડર સતાવી રહ્યો છે.

ભારતીય ટીમ સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. આ વખતે સામનો ઓસ્ટ્રેલિયાનો થનારો છે. અગાઉ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં જીત મેળવી હતી. આ વખતે ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન બનવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દેશે.

આ પણ વાંચોઃ Virat Kohli Century: વિરાટ કોહલી સદી નોંધાવ્યા બાદ આગળના બોલે કેચ થવાનો વિવાદ! આઉટ આપવાને લઈ ચર્ચા છેડાઈ

કોહલીના ફોર્મને લઈ કહી વાત

ICC દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે કોહલીને લઈ વાત કરી હતી. કોહલી અને પોન્ટિંગ બંને IPL દરમિયાન બેંગ્લુરુમાં થોડાક દિવસો પહેલા જ મળ્યા હતા. બંને વચ્ચે વાતચિત થઈ હતી. જેમાં કોહલીએ બતાવ્યુ હતુ કે, તેને લાગે છે કે તે હાલમાં કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. પોન્ટિંગે કહ્યું કે કોહલીએ ગુરુવારે હૈદરાબાદ સામે જે રીતે સદી ફટકારી તે દર્શાવે છે કે તે કયા ફોર્મમાં છે અને તે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે મહત્ત્વની વિકેટ હશે.

પોન્ટિંગે કહ્યું કે, સામાન્ય રીતે ભારતીય સ્પિનરો અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો વચ્ચે સ્પર્ધા હોય છે, પરંતુ આ વખતે ઓવલના મેદાનની વિકેટના કારણે એવું નહીં થાય. પોતાની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને બે વખત વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પોન્ટિંગે કહ્યું કે જ્યારે તે રમતો હતા, ત્યારે ઓવલની વિકેટ બેટિંગ માટે સારી વિકેટ હતી. તેણે કહ્યું કે આ મેચ શાનદાર રહેશે.

આ પણ વાંચોઃ IPL 2023 Playoff: વિરાટ કોહલીની સદીએ ધોની, કૃણાલ પંડ્યા અને રોહિત શર્માના શ્વાસ અધ્ધર કરી દીધા, જાણો પ્લેઓફના સમીકરણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">