Virat Kohli Century: વિરાટ કોહલી સદી નોંધાવ્યા બાદ આગળના બોલે કેચ થવાનો વિવાદ! આઉટ આપવાને લઈ ચર્ચા છેડાઈ
IPL 2023: વિરાટ કોહલીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી નોંધાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત અપાવી હતી. જોકે કોહલીની વિકેટ પર ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
IPL 2023 હવે સમાપ્ત થવાને આરે પહોંચી છે. રવિવારે સાંજે સિઝનની અંતિમ લીગ મેચ રમાનારી છે. ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક બીજા સામે ટકરાયા હતા. કોહલીએ આ મેચમાં શાનદાર સદી રન ચેઝ કરતા નોંધાવી હતી. ઓપનીંગ જોડીએ હૈદરાબાદ સામે ધમાલ મચાવી દીધી હતી. ફાફ ડુપ્લેસી અને કોહલીએ મળીને સારી શરુઆત કરાવી હતી. જોકે સદી બાદ તુરત જ કોહલીના આઉટ થવા પર ચર્ચાઓ થઈ રહી છે.
કોહલીએ પોતાની ઈનીંગની શરુઆત ચોગ્ગો ફટકારીને કરી હતી, જ્યારે 100 રન છગ્ગો ફટકારીને પૂરા કર્યા હતા. કોહલીએ આ બંને કામ ભૂવનેશ્વર કુમારના બોલ પર કર્યુ હતુ અને તે વિકેટ પણ ભૂવીના જ બોલ પર ગુમાવી બેઠો હતો. કોહલી સદી નોંધાવ્યા બાદ આગળના બોલ પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. તેની આ વિકેટને લઈ ચર્ચાનુ કારણ બની છે.
આ કારણથી વિકેટ પર ચર્ચા
વાત એવી બની હતી કે, વિરાટ કોહલીએ સદી નોંધાવતી સિક્સર ભૂવીના બોલ પર ફટકારી હતી. જે બોલ સીધો જ ડીપ મિડવિકેટની ઉપરથી પહોંચ્યો હતો, આ સાથે જ કોહલીએ ચાર વર્ષ બાદ આઈપીએલ સદી નોંધાવી હતી. કોહલી આગળના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. કોહલીએ આગળના બોલ પર જ મોટો શોટ ફટકાર્યો હતો અને જે બાઉન્ડરીની બહાર પહોંચવાને બદલે ગ્લેન ફિલિપ્સે કેચના રુપમાં ઝડપી લીધો હતો.
વિરાટ કોહલીનો શિકાર કરનારો ભૂવીનો બોલ બાઉન્સર હતો. આમ છતાં તે નો-બોલ જાહેર કરાયો નહોતો. નીતીશ કુમારે ફાફ ડુપ્લેસીને બાઉન્સર કર્યો હતો અને તેની પર ફાફના રિવ્યૂને લઈ થર્ડ અંપાયરે નો-બોલ જાહેર કર્યો હતો. આમ ડુપ્લેસીને નો બોલ મળ્યો, કોહલીનો શિકાર કરનારા બાઉન્સર બોલ પર કેમ નો-બોલ જાહેર થયો. આ ચર્ચા ખૂબ જાગી છે.
💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏
He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6
— JioCinema (@JioCinema) May 18, 2023
બેંગ્લોરના સુકાની ફાફ ડુ પ્લેસીના રિવ્યૂમાં બાઉન્સર બોલને નો-બોલ આપવાનુ કારણ એ હતુ કે, તે ઓવરમાં બીજો બાઉન્સર હતો. નિયમાનુસાર એક ઓવરમાં બોલર માત્ર એક જ બાઉન્સર ફેંકી શકાય છે. કોહલી જે બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો, એ ઓવરનો પ્રથમ બાઉન્સર હતો.