રિદ્ધિમાન સાહાએ ધમકી આપનાર પત્રકારના નામનો કર્યો ખુલાસો, કહ્યું- બધુ જ BCCI ની સામે છે

રિદ્ધિમાન સાહાએ ધમકી આપનાર પત્રકારના નામનો કર્યો ખુલાસો, કહ્યું- બધુ જ BCCI ની સામે છે
Wriddhiman Saha (File Photo)

રિદ્ધિમાન સાહાએ બીસીસીઆઈને આ મામલામાં વિસ્તૃત ચર્ચા કરી છે. ક્રિકેટરોને ધમકી આપનાર પત્રકારના નામનો ખુલાસો કરવામાં આવે કે નહીં તેના પર બીસીસીઆઈ નિર્ણય લેશે.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 05, 2022 | 10:58 PM

ભારતીય ક્રિકેટ રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ પત્રકાર દ્વારા ધમકી મળવાના મામલામાં મોટો ખુલાસો કર્યો છે. સાહાના કહેવા પ્રમાણે, તેણે તે પત્રકારની સંપૂર્ણ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ મૂકી છે. તેણે બીસીસીઆઈ સાથે ચર્ચા કરી કે તે પત્રકારનું નામ જાહેર કરવું જોઈએ કે નહીં. જોકે આ સમગ્ર ઘટના અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) બીસીસીઆઈએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ મામલાની તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ વીરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ સહિત ક્રિકેટ જગત સાહાના સમર્થનમાં સામે આવ્યું હતું. તે જ સમયે, ભારતીય ક્રિકેટર્સ એસોસિએશને એક નિવેદન બહાર પાડ્યું હતું અને સંગઠને પત્રકાર દ્વારા સાહાને મોકલેલા ધમકીભર્યા સંદેશાઓની નિંદા કરી હતી. હજુ સુધી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. ટૂંક સમયમાં બીસીસીઆઈ આ અંગે નિર્ણય લેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ધમકી આપનાર પત્રકારનું નામ ટૂંક સમયમાં સાર્વજનિક થઈ શકે છે.

શું છે સમગ્ર મામલો

થોડા દિવસો પહેલા જ BCCIએ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. જેમાં સાહાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કલાકો પછી, સાહાએ પત્રકાર સાથે વોટ્સએપ વાતચીતનો સ્ક્રીનશોટ શેર કરીને પત્રકાર દ્વારા ધમકીઓ મળવાનો આરોપ લગાવ્યો હતો.

સાહાએ લખ્યું હતું કે, ભારતીય ક્રિકેટમાં મારા તમામ યોગદાન પછી, મારે એક કહેવાતા પ્રતિષ્ઠિત પત્રકાર પાસેથી તેનો સામનો કરવો પડી રહ્યો છે. પત્રકારત્વ ક્યાં ગયું? પત્રકારે મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે, ‘તે ફરી પાછો ફોન કર્યો નથી. હું ક્યારેય તારો ઇન્ટરવ્યુ નહીં કરૂ. હું અપમાનને સહેલાઈથી લેતો નથી અને હું તે યાદ રાખીશ.’

BCCIએ ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે

ભારતીય ક્રિકેટ બોર્ડે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, બોર્ડ ટ્રેઝરર અરુણ સિંહ ધૂમલ અને એપેક્સ કાઉન્સિલના સભ્ય પ્રભાતેજ સિંહ ભાટિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, જાણો આ મેચ ક્યા અને કેવી રીતે જોઈ શકાશે ?

આ પણ વાંચો : Ranji Trophy 2022: હૈદરાબાદે બરોડાને હરાવ્યું, નંબર 8 ના ખેલાડીએ અડધી સદી ફટકારી વિકેટ ઝડપવામાં પણ ધમાલ મચાવી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati