IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, જાણો આ મેચ ક્યા અને કેવી રીતે જોઈ શકાશે ?

ભારતીય મહિલા ટીમ મિતાલી રાજની આગેવાની હેઠળ વર્લ્ડ કપમાં ઉતરશે. વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે.

IND vs PAK, LIVE Streaming: ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, જાણો આ મેચ ક્યા અને કેવી રીતે જોઈ શકાશે ?
Mithali Raj (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 9:58 PM

ભારતીય મહિલા (Indian Women Team) ટીમ રવિવારે વર્લ્ડ કપમાં (ICC Women’s World Cup 2022) પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે. ગત વર્ષનો વિજેતા કોઈપણ સંજોગોમાં આ વખતે જીતવા માટે ઉતરશે. મિતાલી રાજ (Mithali Raj) ભારતને આ ખિતાબ અપાવીને પોતાની શાનદાર કારકિર્દીનો અંત લાવવા માંગે છે. કોવિડ-19 મહામારીને કારણે એક વર્ષ બાદ આયોજિત આ ટુર્નામેન્ટ બાયો બબલમાં 6 સ્થળોએ રમાશે. ભારત 2005 અને 2017 માં રનર અપ ટીમ રહી હતી.

ભારત હજુ વર્લ્ડ કપ જીતી શક્યું નથી અને ગત વર્લ્ડ કપમાં રનર અપ રહેનાર ભારતીય ટીમ આ વખતે એક ડગલું આગળ વધવા માંગે છે. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો આ છેલ્લો વર્લ્ડ કપ હશે. જેને તેઓ યાદગાર બનાવવા માંગશે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ચાર વન-ડે હાર્યા બાદ પાંચમી મેચમાં ભારતનું શાનદાર પુનરાગમન થવાથી ટીમનું મનોબળ વધ્યું હશે.

મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીની ભૂમિકા નિર્ણાયક હશે. પરંતુ ફોર્મમાં રહેલી રિચા ઘોષ, ઓપનર સ્મૃતિ મંધાના અને અનુભવી હરમનપ્રીત કૌરનું સારું પ્રદર્શન ભારત માટે ઘણું મહત્વનું રહેશે. ઓપનર સ્મૃતિ મંધાનાના 67 બોલમાં 66 રનની મદદથી ભારતે મંગળવારે ICC મહિલા વર્લ્ડ કપ પહેલા છેલ્લી પ્રેક્ટિસ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 81 રનથી હરાવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મહિલા વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાન ક્યારે સામસામે આવશે?

ભારત અને પાકિસ્તાનની ટીમ 6 માર્ચ (રવિવાર) ના રોજ સામ સામે ટકરાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2022 ની મેચ ક્યા રમાશે.?

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2022 ની મેચ ન્યુઝીલેન્ડના ઓવલ મેંગુઈમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2022 ની મેચ કેટલા વાગે શરૂ થશે?

આ મેચ ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે 6:30 વાગે શરૂ થશે. ટોસ સવારે 6 વાગે થશે.

મેચ ક્યા જોઇ શકાશે, જીવંત પ્રસારણ ક્યા થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલમાં અલગ-અલગ ભાષામાં જોઇ શકાશે.

ભારત અને પાકિસ્તાનની મેચ ઓનલાઇન ક્યા જોઇ શકાશે?

મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ સબ્સક્રિપ્શનની સાથે Disney+ Hotstar માં જોઇ શકાશે. તો તેની સાથે લાઇવ અપડેટ tv9gujarati.com પર પણ જોઈ શકાશે.

આ પણ વાંચો : IND vs SL: રવિન્દ્ર જાડેજાને કેમ ના મળ્યો બેવડી સદી ફટકારવાનો મોકો? જાતે જ કર્યો ખુલાસો

આ પણ વાંચો : IND vs PAK, Women’s World Cup 2022: વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે વિજયી શરૂઆત કરવા માટે ભારત તૈયાર

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">