IND vs WI: વિરાટ કોહલીના એક કેચથી રવિન્દ્ર જાડેજાની ઈચ્છા થઈ પૂરી, જુઓ Video

વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજાના બોલ પર એક હાથે અદભૂત કેચ પકડ્યો હતો. આખરે કોઈએ તેના બોલ પર આટલો સારો કેચ લીધો તે જોઈને જાડેજા ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આ ખુશી જાડેજાએ BCCIના વીડિયોમાં વ્યક્ત કરી હતી.

IND vs WI: વિરાટ કોહલીના એક કેચથી રવિન્દ્ર જાડેજાની ઈચ્છા થઈ પૂરી, જુઓ Video
Jadeja-Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 6:45 PM

વિરાટ કોહલી (Virat Kohli)ના શાનદાર કેચે રવિન્દ્ર જાડેજાની દરેક ફરિયાદ દૂર કરી દીધી હતી. વાસ્તવમાં, જાડેજાએ ઘણી વખત અશક્ય લાગતા કેચ પકડ્યા હતા, પરંતુ તેને ઘણી વાર અફસોસ થતો હતો કે તેની બોલિંગમાં પણ કોઈ તેના જેવો જ યાદગાર કેચ ઝડપે, પરંતુ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં તેની ફરિયાદ દૂર કરી હતી. તેણે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના બોલ પર એવો કેચ લીધો, જે અશક્ય લાગતો હતો, પરંતુ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં તેણે એક હાથથી ખૂબ જ નીચો અને ધારદાર કેચ પકડી લીધો હતો.

ટીમ ઈન્ડિયાની મજબૂત ફિલ્ડિંગ

આ જોઈને જાડેજા પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેચ બાદ તેણે કોહલીના કેચના વખાણ કર્યા હતા. ભારતીય ઓલરાઉન્ડરે કહ્યું કે દર વખતે તે અન્ય બોલરોના બોલ પર આવા કેચ લેતો હતો, પરંતુ કોઈએ પોતાના બોલ પર પણ આવો કેચ લીધો તે જોઈને સારું લાગ્યું. જાડેજાએ કહ્યું કે કોહલીએ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં કેચ લીધો હતો. તેના બોલ પર શુભમન ગિલે પણ જોરદાર કેચ પકડ્યો હતો. તેણે કહ્યું કે કોહલી અને ગિલે જે પ્રકારના કેચ લીધા તેનાથી બોલરોનો ઉત્સાહ વધી જાય છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કોહલીએ એક હાથે ઝડપ્યો શાનદાર કેચ

વિરાટ કોહલીએ બીજી સ્લિપમાં 18મી ઓવરના ચોથા બોલ પર રોમારિયો શેફર્ડનો એક હાથે શાનદાર કેચ ઝડપી તેને આઉટ કર્યો હતો. તે જ ઓવરના બીજા બોલ પર, ગિલે રોવમેન પોવેલનો કેચ લીધો હતો. જાડેજાએ પ્રથમ વનડેમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી અને કુલદીપ યાદવે 6 રન આપીને 4 વિકેટ લીધી હતી. 5 વિકેટે મેચ જીત્યા બાદ જાડેજા અને કુલદીપે BCCI ટીવી સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો : IND vs WI: રોહિત શર્માએ મેદાન પર કર્યો દુર્વ્યવહાર, પોતાનો ગુસ્સો સાથી ખેલાડી પર કાઢ્યો

ઓછા રન આપવાનો પ્રયાસ હતો

કુલદીપે કહ્યું કે ઝડપી બોલરોએ શાનદાર શરૂઆત કરી. મુકેશ કુમારે પોતાની ODI ડેબ્યૂ મેચમાં સારી બોલિંગ કરી હતી. તેણે જાડેજાના વખાણ પણ કર્યા અને કહ્યું કે તમે પણ શાનદાર બોલિંગ કરી. કુલદીપે કહ્યું કે આ પછી જે બેટ્સમેન બચ્યા હતા, તેમની વિકેટ તો લેવાની જ હતી. બોલિંગ યુનિટ તરીકે અમે સારી રમત બતાવી હતી. આ સાથે જ જાડેજાએ કહ્યું કે તેમનો પ્રયાસ ઓછા રન આપવાનો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">