AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajat Patidar ‘હાર્ટબ્રેક’ થયા પછી પણ કરી રહ્યો હતો લગ્ન, પછી એવા સમાચાર આવ્યા કે અટકી ગયા લગ્ન!

IPL 2022 એલિમિનેટર મેચમાં રજત પાટીદારે (Rajat Patidar) લખનૌ સુપરજાયન્ટ્સ સામે શાનદાર સદી ફટકારી હતી. પાટીદારે 54 બોલમાં અણનમ 112 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો.

Rajat Patidar 'હાર્ટબ્રેક' થયા પછી પણ કરી રહ્યો હતો લગ્ન, પછી એવા સમાચાર આવ્યા કે અટકી ગયા લગ્ન!
Rajat Patidar Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 7:39 PM
Share

ન તો ફાસ્ટ બોલરોથી ડર, ન સ્પિનરો પર દયા. રજત પાટીદારે (Rajat Patidar) પોતાના બેટથી લખનૌ સુપરજાયન્ટ્સના કોઈપણ બોલરને છોડ્યો ન હતો. IPL 2022ની એલિમિનેટર મેચમાં રજત પાટીદારે શાનદાર સદી ફટકારી હતી. જમણા હાથના આ ખેલાડીએ અણનમ 112 રન બનાવ્યા હતા. આ સદીની ઈનિંગ્સના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) મહત્વની જીત મેળવી છે અને હવે ક્વોલિફાયર 2માં તેનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. બુધવારે રજત પાટીદારની બેટિંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરેક લોકો આશ્ચર્યમાં હતા કે RCBએ હરાજીમાં આ ખેલાડીને કેવી રીતે ન ખરીદ્યો. પાટીદારે પોતાની પ્રતિભાથી બધાને દંગ કરી દીધા હતા, પરંતુ તેમની બીજી વાર્તા ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. શું તમે જાણો છો કે પાટીદારો ‘હાર્ટબ્રેક’ થયા પછી લગ્ન કરી રહ્યો હતો અને પછી અચાનક એક સમાચાર આવતા તેમના લગ્ન અટકી ગયા.

રજત પાટીદારની વાર્તા ફિલ્મી છે!

ફેબ્રુઆરીમાં યોજાયેલી IPL 2022ની હરાજીમાં રજત પાટીદાર વેચાયો ન હતો. સ્વાભાવિક છે કે આ વાતથી પાટીદારનું દિલ તૂટી ગયું હશે. તે નિરાશ થશે કે તેની પ્રતિભાને IPL જેવું પ્લેટફોર્મ ન મળી શક્યું. આ પછી રજતના પરિવારે તેમના લગ્ન નક્કી કર્યા. મે મહિનામાં ક્રિકેટ ન હોવાથી આ મહિને રજતના લગ્ન થવાના હતા. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ રજત પાટીદારના પિતા મનોહર પાટીદારે કહ્યું, ‘અમે રજત પાટીદારના લગ્ન રતલામની એક છોકરી સાથે નક્કી કર્યા હતા. તેના લગ્ન 9 મેના રોજ થવાના હતા. અમે ઈન્દોરમાં એક હોટેલ બુક કરાવી હતી, ત્યાં એક નાનકડું ફંક્શન થવાનું હતું.’ જોકે, એ પછી બધું બદલાઈ ગયું.

રજત પાટીદારને RCB તરફથી ફોન આવ્યો

રજત પાટીદાર અને તેનો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. પરંતુ ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી લવનીત સિસોદિયાને ઈજા થઈ, તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો અને તેની જગ્યાએ રજત પાટીદારની પસંદગી કરવામાં આવી. રજત પાટીદારની ખુશીનો પાર ન રહ્યો અને તે પછી તેણે લગ્ન મુલતવી રાખવા અને IPL 2022માં રમવાનું નક્કી કર્યું. રજત પાટીદાર IPL 2022માં આવ્યો અને તેણે તક મળતાં જ પોતાનું ચમત્કાર બતાવી દીધો.

રજત પાટીદારે આ સિઝનની પ્રથમ મેચમાં રાજસ્થાન સામે 16 રન બનાવ્યા હતા, પરંતુ ગુજરાત સામે તેના બેટથી 32 બોલમાં 52 રન થયા હતા. આ પછી હૈદરાબાદ સામે તેના બેટમાંથી 48 રન આવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ સામે તેનો વારો આવ્યો ન હતો, પરંતુ અત્યંત દબદબાભરી મેચમાં તેના બેટથી સદી ફટકારી હતી. રજત પાટીદારે 6 ઈનિંગ્સમાં 55ની એવરેજથી 275 રન બનાવ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેનો સ્ટ્રાઈક રેટ પણ 156થી વધુ છે. વાસ્તવમાં રજત પાટીદારની આ વાર્તા ફિલ્મી છે.

g clip-path="url(#clip0_868_265)">