ઈજાને કારણે 4 મહિના માટે ભારતીય સ્ટાર ખેલાડી બહાર, IPL 2026થી સીધો પાછો ફરશે!
ઈન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન લાગેલી ઈજાના કારણે 32 વર્ષનો આ સ્ટાર ખેલાડી હવે થોડા સમય માટે ક્રિકેટના મેદાનથી દુર રહેશે. જેનું સૌથી વધારે નુકસાન ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં આ બેટ્સમેનની ટીમે ઉઠાવવું પડશે.

ઈન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચે અનૌપચારિક ટેસ્ટ સિરીઝમાંકેપ્ટન ચર્ચામાં રહ્યો છે છે. ઈજાને કારણે લગભગ ત્રણ મહિના સુધી બહાર રહ્યા બાદ, પંત આ સિરીઝ સાથે ક્રિકેટમાં પાછો ફર્યો. વધુમાં, તે બીજી ટેસ્ટ મેચમાં ઘાયલ થયો હતો અને થોડા સમય માટે નિવૃત્ત હર્ટ થયો હતો. જ્યારે પંતની ઈજા ગંભીર ન હતી અને તેણે ઝડપી વાપસી કરી હતી, ત્યારે આ સિરીઝે લગભગ ચાર મહિના માટે એક સ્ટાર ભારતીય બેટ્સમેનને સાઇડલાઇન કર્યો છે. આ ખેલાડીનું નામ રજત પાટીદાર છે, જે હવે ઈજાને કારણે થોડા સમય માટે ક્રિકેટથી બહાર રહેશે.
પહેલા પણ ઈજાગ્રસ્ત થયો પાટીદાર
એક રિપોર્ટમાં ખુલાસો થયો કે, સ્ટાઈલિશ બેટ્સમેન રજત પાટીદારને ઈન્ડિયા એ સાઉથ આફ્રિકા એ વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તે બીજી ટેસ્ટમાં ભાગ લેશે નહી. હવે પાટીદારની ઈજા પર એક અપટેડ સામે આવ્યું છે. તે મુજબ અંદાજે 4 મહીના સુધી ક્રિકેટ રમી શકશે નહી. પાટીદારે આ મેચની બંન્ને ઈનિગ્સમાં માત્ર 19 અને 28નો સ્કોર કર્યો હતો. પાટીદારની ઈજા ટીમ ઈન્ડિયાને નુકસાન કરાવશે. કારણ કે, તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય સ્કવોડનો ભાગ નથી.
મધ્યપ્રદેશને મોટો ઝટકો
તેની સ્ટેટ ટીમ મધ્યપ્રદેશ પર આની મોટી અસર પડશે. પાટીદાર પોતાની એમપી ટીમનો કેપ્ટન છે. તેમણે રણજી ટ્રોફી 2025-06 સીઝનની પહેલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ ઈજાના કારણે તે હાલમાં રણજી ટ્રોફીની બાકીની મેચ રમશે નહી. સાથે નવેમ્બરના અંતમાં શરુ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોપીમાં પણ મધ્યપ્રદેશને પોતાના કેપ્ટનની ઉણપ રહેશે. જ્યારે ડિસ્મ્બરના અંતમાં શરુ થઈ રહેલી વિજય હજારે ટ્રોફીમાં પણ તે રમી શકશે નહી.
IPL 2026માંથી પરત ફરશે
પાટીદાર જો ફ્રેબ્રુઆરી સુધી બહાર રહે છે. તો તેને રણજી ટ્રોફી સીઝનની બીજા ભાગમાં રમી શકે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, 32 વર્ષીય સ્ટાર બેટ્સમેન 2026 ની આઈપીએલ સીઝનથી સીધો પાછો ફરશે, જ્યાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ કરશે. પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, બેંગ્લોરે ગયા સિઝનમાં તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું. તેથી, બેંગ્લોર આશા રાખશે કે, તેનો કેપ્ટન સંપૂર્ણપણે ફિટ થઈને પાછો ફરશે જેથી ટીમ તેના ટાઇટલનો બચાવ કરી શકે.
