PBKS vs LSG IPL Match Result: લખનૌની 56 રનથી શાનદાર જીત, પંજાબ 201 રન નોંધાવી સમેટાયુ, તાયડેની તોફાની અડધી સદી
Punjab Kings vs Lucknow Super Giants IPL Match Result: લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સિઝનનો સૌથી મોટો સ્કોર ખડકતા 257 રન નોંધાવ્યા હતા.

IPL 2023 ની 38મી મેચ શુક્રવારે રમાઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર જીત મોહાલીમાં મેળવી હતી. પંજાબ સામે વિશાળ લક્ષ્ય ખડક્યા બાદ તેને બચાવતા મોટી જીત નોંધાવી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરતા લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. કાઈલ મેયર્સ અને માર્ક્સ સ્ટોઈનીસે તોફાની અડધી સદી નોંધાવી હતી. લખનૌએ સિઝનનો સૌથી મોટો સ્કોર નોંઘાવતા 257 રન 5 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. જવાબમાં પંજાબની શરુઆત સારી રહી નહોતી અને પ્રથમ ઓવરમાં સુકાની શિખર ધવનની વિકેટ ગુમાવી હતી. પંજાબની ટીમ 201 રન નોંધાઈ સમેટાઈ જતા 56 રનથી લખનૌની જીત નોંધાઈ હતી.
પંજાબ કિંગ્સ માટે આજે દિવસ ખરાબ રહ્યો હતો. મોટાભાગના બોલરોએ ખૂબ માર લખનૌના બેટરોનો સહ્યો હતો. કાઈલ મેયર્સે 24 બોલમાં 54 રન અને સ્ટોઈનીસે 40 બોલમાં 72 રન નોંધાવ્યા હતા. બડોનીએ 24 બોલમાં 43 રન અને પૂરને 19 બોલમાં 45 રન નોંધાવ્યા હતા. લખનૌના બેટરોએ 14 છગ્ગા અને 27 ચોગ્ગા ફટકાર્યા હતા.
પંજાબની ખરાબ શરુઆત
વિશાળ લક્ષ્ય સામે પંજાબ કિંગ્સની બેટિંગ ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ સુકાની અને ઓપનર શિખર ધવનની વિકેટ ગુમાવી હતી. શિખરે 2 બોલ રમીને 1 રન નોંધાવી વિકેટ ગુમાવતા કૃણાલ પંડ્યાના હાથમાં કેચ સ્ટોઈનીસના બોલ પર આપ્યો હતો. ઓપનર પ્રભસિમરન સિંહ 13 બોલનો સામનો કરીને 9 રન નોંધાવી પરત ફર્યો હતો. તે નવીન ઉલ હકનો શિકાર થયો હતો. આમ 31 રનમાં જ પંજાબે 2 વિકેટ ગુમાવી હતી. જોકે બાદમાં અથર્વ તાયડે અને સિંકદર રઝાએ સ્થિતી સંભાળી હતી. બંનેએ રમત સંભાળતા મોટા શોટ જમાવ્યા હતા.
આ પણ વાંચોઃ Rinku Singh, IPL 2023: રિંકૂ સિંહના લગ્નમાં ડાંસ કરશે શાહરુખ ખાન, તોફાની બેટરના શહેરની ગલીઓમાં નાચતો આવશે કિંગ ખાન!
અથર્વ તાયડેએ 36 બોલનો સામનો કરતા 66 રન નોંધાવ્યા હતા. તાયડેએ 8 ચોગ્ગા અને 2 છગ્ગા નોંધાવ્યા હતા. તે રવિ બિશ્નોઈનો શિકાર થયો હતો. જ્યારે સિકંદર રઝાએ 22 બોલનો સામનો કરતા 36 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. લિયામ લિવિંગસ્ટને 14 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. તેણે એક છગ્ગો અને 2 ચોગ્ગા નોંધાવ્યા હતા.
આ પણ વાંચોઃ MS Dhoni Angry Video: ધોનીએ જયપુરમાં થયો ગુસ્સે, આ વખતે અંપાયર નહીં ખેલાડી હતો નિશાને!
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…